“ગૌ વિશ્વ વિદ્યાપીઠમ”નો ગાંધીનગર ખાતે શુભારંભ

સોમવાર, 19 મે 2025 (14:57 IST)
Gau Vishwa Vidyapeetham
Gau Vishwa Vidyapeetham


- ગૌ વિશ્વ વિદ્યાપીઠમ સાથે સર્વ વિશ્વવિદ્યાલય સાથેનો MOU 
- સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા અભ્યાસક્રમમાં ગૌ વિજ્ઞાન વિષય ભણાવવામાં આવશેઃ 
- ગૌ આપણી હશે તો જ સમાજ-સોસાયટીનો વિકાસ થશે – વલ્લભભાઈ એમ. પટેલ 
 
ગુજરાતની પવિત્ર ધરતી પર પ્રથમ “ગૌ વિશ્વ વિદ્યાપીઠમ” નું ઉદ્ઘાટન જીસીસીઆઈના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથરિયા, સર્વ વિદ્યાલયના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત રાજયના પ્રાંત કાર્યવાહક શૈલેષભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. 
 
ગૌમાતાના આશીર્વાદથી શરૂ થનાર આ યુનિવર્સિટી દેશ-વિદેશમાં ગૌ વિજ્ઞાન, પરંપરાગત જ્ઞાન અને આત્મનિર્ભર ભારતના ઘડતર માટે એક નવા યુગની શરૂઆત કરવામાં આવી છે. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સર્વ વિદ્યાલયના ચેરમેન અને સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડન્ટશ્રી વલ્લભભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે, સર્વ વિદ્યાલયની સ્થાપનાને 106 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સાથે સંસ્થા દ્વારા સંચાલિત ગૌ શાળાને પણ 96 વર્ષથી કાર્યરત છે. નોંધનીય વાત એ છે કે, આ ગૌ શાળાના વિકાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોશીએશન દ્વારા કરવામાં આવે છે. ગાય એ હરતું ફરતું ઔષધાલય છે. જે આપણાં ગ્રંથો અને ઘરગથ્થું ઉપચારોમાં સચવાયેલું છે. આપણી આસપાસ હશે તો જ સોસાયટી વિકાસ થશે. ગાય આપણી માતા છે. જેને સિદ્ધ કરવા આ ગૌ વિશ્વ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે.  
 
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સર્વ વિશ્વ વિદ્યાલય ગૌ વિશ્વ વિદ્યાપીઠ સાથે MOU કરે છે. સાથોસાથ નવી શિક્ષણ પદ્ધતિ અંતર્ગત ઈન્ડિયન નોલેજ તરીકે એક વિષય પસંદ કરવાનો હોય છે. જેમાં સર્વ વિશ્વવિદ્યાલય અભ્યાસક્રમોમાં ગૌ વિજ્ઞાન વિષયનો સમાવેશ કરવામાં આવશે.   
Gau Vishwa Vidyapeetham
 
ગાયો પ્રત્યે અપાર સ્નેહ ધરાવતાં પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું, મારા જીવનમાં પણ ગાયનું ખૂબ જ મહત્વ રહ્યું છે અને દરેક વકતાએ જણાવ્યું તેમ ગાય અને તેમાં પણ ગીર ગામ સર્વ રોગ માટે એક અક્ષીર ઈલાજ છે અને ગાયો માટે જે કંઈ કરવું પડે તેમ કરશું અને તે કાર્યમાં એક ક્ષત્રિય તરીકે હું છેલ્લાં શ્વાસ સુધી આ એક કાર્યમાં કામ કરતો રહીશ.
 
જીસીસીના સ્થાપક અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ડૉ. વલ્ભભાઈ કથરિયાએ જણાવ્યું હતું કે, આ વિદ્યાપીઠમ દ્વારા ગાયનો સર્વાંગી વિકાસ, કૃષિ આરોગ્ય, ગૌ રક્ષા, આરોગ્ય રક્ષા, વિગેરેની પદ્ધતિસરની માહિતી પહોચાડવાનું કાર્ય કરવામાં આવશે. આજના યુવાઓને આ અભ્યાસક્રમ દ્વારા ઉદ્યમી બનાવવામાં આવશે. અને ભાંગી રહેલાં ગામડાઓને પુનઃ સજીવન કરવામાં આવશે. સાથોસાથ સાહિત્ય અને સંસ્કૃતિનો સાચા અર્થમાં અભ્યાસ કરવામાં આવશે. નવી ટેકનોલોજીના ઉપયોગ કરી નવા સંશોધન સાથે સુંસંગત કરીને સમાજને દિશા બતાવવાનું કાર્ય કરશે.
 
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અગ્રણી  શૈલેષભાઈ પટેલે જણઆવ્યું હતું કે, ગૌ વિશ્વ વિદ્યાપીઠમ એક અદ્વિતીય શૈક્ષણિક યાત્રાનો આરંભ છે, જ્યાં ગૌ આધારિત વૈજ્ઞાનિક અભ્યાસ, સંશોધન, પરંપરા અને આધ્યાત્મના માધ્યમથી સમૃદ્ધ અને સાતત્યશીલ ભવિષ્યનું નિર્માણ કરવામાં આવશે.
 
ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ ડૉ. હિતેશભાઈ જાનીએ વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે વિસ્તારથી માહિતી આપી હતી.
 
આ ઐતિહાસિક પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના ગુજરાત રાજયના પ્રાંત કાર્યવાહ  શ્રી શૈલેષભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે અને શ્રી વલ્લભભાઈ એમ પટેલ (સરદાર સાહેબ)(પ્રમુખ કડી સર્વ વિશ્વવિધાલય, ચેરમેન સર્વ વિધાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગર) વિશિષ્ટ અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજરી આપશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ ચેરમેન રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને જીસીસીઆઈ સ્થાપક ના ડૉ. વલ્લભભાઈ કથીરિયા તથા પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઈનોવેટિવ થોટ ફોરમના અધ્યક્ષ શ્રી એસ. બી. ડાંગાયચ, મોનીકા અરોરા (એનિમલ વેલફર બોર્ડ)  તેમજ ગૌવિજ્ઞાન અનુસંધાન સંસ્થાનના પ્રભારી શ્રી સુનીલ માનસિંઘ, વિશ્વ વિદ્યાપીઠમના સ્થાપક અધ્યક્ષ મિનેશ પટેલ અને ગૌ વિશ્વ વિદ્યાપીઠમના સહ-સ્થાપક અને GCCI જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગરે  શિક્ષણવિદો, ગૌ સેવકો, સામાજીક  કાર્યકર્તાઓ તથા ગૌ પ્રેમીઓને ઉપસ્થિતિ રહ્યાં હતાં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર