આતંકી હુમલાને લઈને ભારતની મોટી એક્શન, ડૉન અને જિયો સહિત 16 પાકિસ્તાની યૂટ્યુબ ન્યુઝ ચેનલ્સ પર લગાવ્યો પ્રતિબંધ

સોમવાર, 28 એપ્રિલ 2025 (10:57 IST)
પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત સરકારે કડક એક્શન લીધી છે. ગૃહ મંત્રાલયની ભલામણ પર ભારત સરકારે પાકિસ્તાની યૂટ્યુબ ન્યુઝ ચેનલ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ બધી પાકિસ્તાની યૂટ્યુબ ચેનલ ભારતીય સેના અને સુરક્ષા એજંસીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રૂપથી સંવેદનશીલ સામગ્રી, ખોટા અને ભ્રામક નિવેદન ફેલાવી રહ્યા હતા.  
 
ભારતમાં નહી જોઈ શકાય  યૂટ્યુબ પર આ ન્યુઝ ચેનલ 
ભારત સરકારે હાલ પાકિસ્તાનના 16 યુટ્યુબ ન્યુઝ ચેનલ બંધ કરી દીધા છે. જેમા ડૉન, જિયો ન્યુઝ, સમા ટીવી અને  ARY યૂટ્યુબ ચેનલ સામેલ છે. આ બધી ન્યુઝ ચેનલો યૂટ્યુબ પ્લેટફોર્મને હવે ભારતમાં જોઈ શકાય નહી. 

 
યૂટ્યુબ પર આ પાકિસ્તાની ન્યુઝ ચેનલો પર લગાવ્યો બેન   
 
Dawn News 
Irshad Bhatti 
SAMAA TV 
ARY NEWS  
BOL NEWS 
Raftar 
The Pakistan
Geo News 
Samaa Sports  
GNN 
Uzair Cricket
Umar Cheema Exclusive
Asma Shirazi
Muneeb Farooq
SUNO News
Razi Naama  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર