2 .1.47 લાખ મહિલાઓને જોડવા માટે મેગા અભિયાન
આ નવી ડિજિટલ વ્યવસ્થાને વ્યાપક બનાવવા માટે પોસ્ટ વિભાગ દ્વારા ૧૪ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન એક વિશેષ મેગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જેવા જિલ્લાઓની અંદાજે ૧.૪૭ લાખથી વધુ ગંગા સ્વરૂપા બહેનોને આધુનિક બેંકિંગ સુવિધા સાથે જોડવાનો છે. એકલા ગાંધીનગર જિલ્લામાં જ આશરે ૧૮,૧૫૫ જેટલી મહિલાઓને આ અભિયાન હેઠળ આવરી લઈને તેમના ખાતા ખોલવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે.