કઠલાલ કપડવંજ રોડ પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર લાકોના મોત

શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (10:03 IST)
કઠલાલ કપડવંજ રોડ પર ગુરૂવારે મોડી રાતે ટેન્કર અને સ્વિફ્ટ કાર  વચ્ચે ગવમખાર અકસ્માત થયો છે. પોરડા પાટિયા નજીક આ થયેલા આ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. ચાર મૃતકો સુરેન્દ્રનગર જિલ્લામાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

આ ગોજારા અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે.હાલ કઠલાલ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મોડી રાતે થયેલા અકસ્માતમાં આસપાસથી લોકો આવી ગયા હતા. સ્થાનિકોએ પોલીસને આ અંગેની જાણ કરી હતી.ચાક મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કઠલાલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે.જેમને 108 મારફતે કઠલાલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર