મળતી માહિતી અનુસાર અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં એક યુવકે પોતાના મોજશોખ પુરા કરવા અને લુડો ગેમના શોખને પુરો કરવા માટે દાદા એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાજેક્શન કરી 2.71 લાખ ઉપાડી લીધા હોવાની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે પોલીસ એકાઉન્ટ, ઓનલાઇન ટ્રાંજેક્શનના આધારે પૌત્રની ધરપકડ કરી છે.
અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં રહેતા નિમિષા શાહના બેંક એકાઉન્ટમાંથી સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન ઓનલાઇન ટ્રાંજેક્શન દ્વારા 2.71 લાખ ઉપડી ગયા હોવાથી તેમણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આં અંગ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે રજિસ્ટૅર્ડ તેમના મોબાઇલ નંબર પરથી પેટીએમ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ પેટીએમ દ્રારા 2.71 લાખ નિમિષાબેનના એકાઉન્ટમાં ઉપાડી લેવામાં આવ્યા હતા. આ અંગે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પૌત્ર દેવ શાહે જ ઉપાડી લીધા હતા. જેથી દેવની ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરતાં તેણે સ્વિકાર્યું હતું કે લુડ ગેમ રમતો હતો. મિત્રોને જોઇને મોંઘા કપડાં, ફોન જેવા શોખ પુરા કરવા માટે પૈસા ઉપાડી લીધા.