Ail Vij Corona Positive: દેશી વૈક્સીન Covaxin લગાવનારા અનિલ વિજને કોરોના, જાણો કેમ આ બેડ ન્યુઝ નહી

શનિવાર, 5 ડિસેમ્બર 2020 (14:44 IST)
હરિયાણાના ગૃહ, સ્વાસ્થ્ય, શહેરી નિકાય અને તકનીકી શિક્ષા મંત્રી અનિલ વિઝ કોવિડ 19 સંક્રમિત જોવા મળ્યા છે. તેમણે શનિવારે સવારે એક ટ્વીટમાં પોતાના પોઝીટીવ હોવાની માહિતી આપી. વિજ હાલ અંબાલા કૈટના સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.. જેવુ કે કોવોડ પ્રોટોકોલ છે. તએમણે પોતાના સંપર્કમાં આવનારા બધાને ટેસ્ટ કરવાની અપીલ કરી છે વિજની કોવિડ રિપોર્ટ પૉઝિટીવ આવવી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.  આવુ એ માટે કારણ કે ભારત બાયોટેકની કોવિડ વૈક્સીન Covaxinના ફેઝ 3 ટ્રાયલનો ભાગ છે.  તેમની રિપોર્ટ  તેનો રીપોર્ટ પોઝીટિવ આવ્યા બાદ લોકો આ રસીની અસર અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે. વિવિધ પ્રકારની આશંકાઓને હવા આપવામાં આવી રહી છે જે સત્યથી દૂર છે. લોકો દ્વારા Covaxin  ને લઈને કોઈ અભિપ્રાય બનાવવો યોગ્ય નથી. ચાલો સમજીએ કે આવું શા માટે છે.
 
 વિજે જેવુ ટ્વિટર પર તેના પોતાના કોવિડ પોઝીટીવ હોવા વિશે માહિતી આપી, નીચેની ટિપ્પણીઓમાં, એક પ્રશ્ન સૌથી વધુ પૂછવામાં આવ્યો. કોવોક્સિન લીધા પછી મંત્રી કેવી રીતે બન્યા કોરોના પોઝીટીવ ? ઘણા બધા યુઝર્સે આ સવાલ પૂછતા વેક્સીનની અસર પર સવાલ ઉભા કર્યા. આ પ્રશ્નો સંપૂર્ણપણે નિરાધાર નથી, પરંતુ ઉતાવળમાં કરવામાં આવી રહ્યા છે.
 
અનિલ વિજને 20 નવેમ્બરના રોજ અંબાલાની એક હોસ્પિટલમાં કોવાક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. કોવાક્સિનના ફેઝ 3 ટ્રાયલ પ્રોટોકોલ મુજબ, 0.5 એમજીના બે ડોઝ આપવાના છે. પ્રથમ ડોઝ પછી 28 મી દિવસે બીજી માત્રા લે છે. એટલે કે, રસીનો બીજો ડોઝ હજી સુધી વિજને આપવામાં આવ્યો નથી. જ્યા સુધી વેક્સીનની બંને ડોઝ નથી અપાતી ત્યા સુધી કોવિડથી ઈમ્યુનિટી મુશ્કેલ છે. Covaxinની ટ્રાયલ રેડમાઇઝ્ડ ડબલ બ્લાઇન્ડ હતી. એવું પણ બની શકે છે કે વિજને રસીને બદલે પ્લેસીબો મળ્યો હોય.  વિજના સંક્રમિત હોવાનુ આ જ કારણ બતાવાય રહ્યુ છે.  ચેપ લાગવાનું કારણ હોવાનું જણાય છે, જોકે નિષ્ણાતો હવે તેની તપાસ કરશે અને તેના કારણને પિન પોઈંટ કરશે. 
 
..તો શુ Covaxin અસરદાર નથી ?
 
આ કહેવુ ખૂબ ઉતાવળ કહેવાશે. કોઈપણ વૈક્સીનનો ડોઝ પ્રોટોકૉલ પુરો થયા પછી જ, તેના અસરના નિષ્કર્ષ પર પહોંચી શકે છે. હાલ Covaxin દેશભરમાં લગભગ 26 હજાર વૉલંટિયર્સ પર ફેઝ 3 ટ્રાયલ પરથી પસાર થઈ રહી છે બંને ડોઝ આપ્યા પછી વૈક્સીનની અસર અને સેફ્ટીનો ડેટા કલેક્ટ કરવામાં આવશે.  ફાઈઝર, મોડર્ના, ઓક્સફર્ડ સહિતની રસીના તમામ ઇમ્યુનોજેનિસિટી ડેટા, અત્યાર સુધી ડબલ ડોઝ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, એક ઇવેન્ટના એ પણ સિંગલ ડોઝના આધાર પર વેક્સીનને નકારી શકાતી નથી. ટ્રાયલ પુર્ણ થયા પછી, જ્યારે ડેટા આવશે, ત્યારે રસીની અસર સ્પષ્ટ રીતે કશુ કહી શકાશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર