ગુજરાતમાં પહેલીવાર STની ભગવા કલરની સંપૂર્ણ આરામદાયક બસો,2x2ની 300 અને સ્લીપર કોચવાળી 200 બસો મૂકાશે

ગુરુવાર, 16 જૂન 2022 (12:14 IST)
ગુજરાત એસટી નિગમની બસો નિગમના નરોડા ખાતેના વર્કશોપમાં જ તૈયાર કરાય છે. થોડા સયમના વિરામ બાદ નિગમે વર્કશોપમાં જ બસોની ચેસીસ તૈયાર કરવાની કામગીરી શરુ કરી છે. જેમાં પહેલીવાર નિગમે આગામી છ મહિનામાં 500 જેટલી બસો તૈયાર કરવાનો ટાર્ગેટ રાખ્યો છે, જે કેસરી કલરની ગ્રાફિક ડિઝાઈન સાથે સંપૂર્ણ લક્ઝુરિયસ બનાવાશે. જેમાં પહેલીવાર 300 જેટલી ટુ બાય ટુ, વધુ લેગ સ્પેશ, પહોળા ગેંગવે (વચ્ચેનો રસ્તા)વાળી બસો તેમજ 200 જેટલી સ્લીપર કોચ બસો તૈયાર કરાશે. તમામ 500 બસો આગામી 6 મહિનામાં તૈયાર કરીને રોડ પર મુકાશે.

એસટી નિગમ અધિકારીએ જણાવ્યું કે, નરોડા વર્કશોપમાં નવી બસો તૈયાર કરવા માટે રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય મળ્યા બાદ બીએસ-6 પ્રકારના વાહનોની ખરીદી કરાઇ છે. જેમાં એઆઈએસ 052 નિયમ મુજબ બસની ડિઝાઈન તૈયાર કરી છે. હાલ રોડ પર દોડતી બસો ટુ બાય થ્રીની સીટ ધરાવતી હોવાથી બંને બાજુની સીટ વચ્ચે ગેંગવે ખૂબ સાંકડો હોવાથી અવરજવરમાં મુશ્કેલી પડતી હતી, હવે ગેંગવે પહોળો કરાતાં સરળતાથી અવરજવર કરી શકાશે. એજ રીતે હાલમાં દોડતી 52 સીટની બસોના બદલે હવે ટુ બાય ટુની 42 સીટની લક્ઝુરિયસ બસો તૈયાર કરાઇ રહી છે. જેમાં વધુ સુવિધાને કારણે મુસાફરી આરામદાયક બનશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર