લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી વધી, હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી દીધી

શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (15:35 IST)
લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાલ જેલ હવાલે છે. મયુરસિંહ રાણા પર લોખંડના પાઇપ વડે હૂમલો કરવાના ગુનામાં હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે દેવાયત ખવડ અને તેના સાથીઓએ રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. કોર્ટે તેમની જામીન અરજી નામંજુર કરતાં હવે તેમની ઉત્તરાયણ પણ જેલમાં જ પસાર થઈ હતી.હવે હાઇકોર્ટે દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી ફગાવી છે.

ચાર્જશીટ ફાઇલ થયા બાદ જ તે જામીન અરજી કરી શકશે. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટની સેશન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન ફગાવી દેતાં તેણે હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટે પણ તેના જામીનની અરજી ફગાવી દીધી હતી. હવે ચાર્જશીટ થયા બાદ જ તે જામીન માટે અરજી કરી શકશે. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. ત્યાર બાદ એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર