નિતિન પટેલે શક્તિસિંહ ગોહીલના આક્ષેપોને ગણાવ્યા પાયાવિહોણા, કહ્યું આક્ષેપો કરવા સહેલું છે

બુધવાર, 7 એપ્રિલ 2021 (20:21 IST)
અત્યારે સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર અને ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી આરોગ્ય વિભાગની કામગીરી કરી રહ્યા છે. કોરોનાને લડત આપવા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ દિવસ રાત્ર લડી રહ્યો છે. ત્યારે આ લોકો પ્રોત્સાહન આપવાની જગ્યાએ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા અને શક્તિસિંહ ગોહિલે કોરોનાની મહામારીમાં સરકારને મદદરૂપ થવાને બદલે રાજકીય લાભ લેવા માટે સરકાર સામે મનધડત જાણકારી વગરના અભ્યાસ વગરના આક્ષેપો કર્યા છે તેને સરકાર વખોડી કાઢે છે.
 
અર્જુનભાઈના એકપણ આક્ષેપને મહત્વ આપી શકાય તેવા નથી. સરકાર કોરોના શરૂ થયો ત્યારથી ખુબ જ વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ કામ કરી રહી છે. આખો દેશ જાણે છે કે, ગુજરાતની કામગીરી પ્રજાલક્ષી કામગીરી છે. કોરના દર્દીઓની સારવાર માટેની કાળજી લેવામાં બીજા રાજ્ય કરતા ગુજરાત ઘણું આગળ છે. વેક્સીન આપવાનું કામ અત્યારે ભારત સરકાર આખા દેશમાં કરી રહી છે.
 
ભાજપ શાસિત રાજ્ય હોય કે કોંગ્રેસ શાસિત રાજ્ય હોય સમગ્ર રાજ્યમાં વિના મુલ્યે લોકોને વેક્સીન આપવાની કામગીરી ચાલી રહી છે. આખા દેશમાં વેક્સીનેશનનું કામ સારું ગુજરાતમાં કરવામાં આવ્યું છે. લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. અન્ય કોઈ રાજ્ય દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. કોંગ્રેસના નેતાઓ સરકારની સારી કામગીરી અને પ્રજાલક્ષી કામગીરીને જોતા જ નથી.
 
ગુજરાતના બજેટ સત્રમાં કોરોના અંગેની કામગીરીનો પ્રસ્તાવ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો અને વિધાનસભા સત્રમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાની ચર્ચામાં કોંગ્રેસના સભ્યોએ પૂરેપૂરો સમય લીધો છે. વિધનસભામાં તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. કોંગ્રેસના ધ્યાનમાં આવી કોઈ વાતો આવતી નથી. 
 
નવરાત્રિ, દિવાળી અને બેસતું વર્ષ અને હોળી જેવા તહેવારોમાં મંદિરોમાં ભીડ ના થયા તે માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 8 મહાનગરો અને 20 શહેરોમાં જ રાત્રી કર્ફ્યૂ અંગે પણ કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસ શું એવું ઇચ્છે છે કે સંપૂર્ણ ગુજરાત બંધ થઈ જાય અને લોકોને રોજીરોટી પણ ના મળે. લોકોના ધંધા રોજગાર ચાલે અને રોજગારી મળી રહે એ પ્રકારે નિયંત્રિત રાખવાની વાત રાજ્ય સરકાર કરી રહી છે. લોકો બિનજરૂરી ભેગા ના થયા, એકત્રીત ના થયા એટલા માટે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે.
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની માહિતી મેળવી છે. 800 થી 900 મેટ્રિક ટન ઓક્સિનજનું ઉત્પાદન થયા છે. તેમાંથી 70 ટકા ઓક્સિજન રાજ્ય સરકાર માટે રાખવાની વાત કરી છે. આક્ષેપો કરવા સહેલા છે પણ દર્દીઓની સંખ્યામાં વધારો થયા છે ત્યારે જે પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મુંબઇમાં અને મહારાષ્ટ્રમાં કેસ ખૂબજ વધારે છે. ત્યાં કાબુ બહારની સ્થિતિ છે.
 
દિલ્હીમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. રાજ્ય સરકાર દ્વારા અત્યારે સવા લાખ જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં કોંગ્રેસ સસ્તા પ્રકારનું રાજકારણ રમી રહી છે અને તે યોગ્ય નથી. સરકાર તેને વખોડે છે. રાજ્ય સરકાર એવી હોસ્પિટલોમાં વ્યવસ્થા કરી રહી છે. અમદાવાદની કિડની હોસ્પિટલમાં પણ આપણે દર્દીઓને દાખલ કરવાની શરૂઆથ કરી છે. 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં પણ દર્દીઓ દાખલ કરવામાં આવી રહ્યા છે. કેન્સર હોસ્પિટલમાં પણ દર્દીઓ દાખલ કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં બેડ રિઝર્વ કરવાની પણ સૂચનાઓ કલેક્ટરને આપવામાં આવી છે. મોટા શહેરોને બાદ કરતા જિલ્લા અને તાલુકા મથકોમાં સરકારી હોસ્પિટલોમાં 37 ટકા બેડ ખાલી છે. પહેલા તબ્બકામાં જે વ્યવસ્થા હતી તેવી તમામ વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે.
 
નાના શહેરોમાં ઇન્જેક્શન હોતા નથી તેના દરેક જિલ્લા મથક ઉપર મોકલી આપવામાં આવ્યા છે. સરકારે નક્કી કરેલા દર કરતાં કોઈપણ હોસપિટલ વધારે દર હોય તો કોંગ્રેસે સરકારને ધ્યાન દોરવું જોઇએ. હોસ્પિટલનું નામ આપવું જોઇએ.
 
કોંગ્રેસના નેતાઓએ કીધું ભાજપના પ્રમુખ સુપર સ્પ્રેડર છે. તેના ઉપર નાયબ મુખ્યમત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો પોઝિટિવ આવ્યા જેઓ ઘરે બેઠા હતા. આજે પણ કોંગ્રેસના ઘણા ધારાસભ્યો સંક્રમિત થઈ ચુકયા છે. કોંગ્રેસના નેતાઓ કે ધારાસભ્યોને કેવી રીતે સંક્રમણ થયું. તે કોંગ્રેસને નથી દેખાતું પણ અમારા નેતાઓ પર આક્ષેપ કરી રહ્યા છે. રાજકીય આક્ષેપો કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર