Vadodara Bypoll - વડોદરામાં ડિપ્ટી સીએમ નિતિન પટેલ પર ચપ્પલ ફેંકાઈ, મીડિયા સાથે કરી રહ્યા હતા વાતચીત

મંગળવાર, 27 ઑક્ટોબર 2020 (09:17 IST)
બિહાર ચૂંટણે સાથે સાથે 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 8 સીટો પર પેટાચૂટણી પણ થવાની છે. આ પહેલા રાજ્યના ડિપ્ટી સીએમ નીતિન પટેલ પર કોઈએ ચપ્પલ ફેંકી. સોમવારે ચૂટણીના પ્રચાર માટે નીતિન પટેલ પર કોઈએ ચપ્પલ ફેંકી છે. સોમવારે ચૂંટણી પ્રચાર માટે નિતિન પટેલ કરજણ ગયા હતા. રેલી દરમિયાન કોઈએ ભાજપા નેતાને ચપ્પલ ફેંકી મારી. 

 
ઉપમુખ્યમંત્રી વડોદરાની કરજણ વિધાનસભા ક્ષેત્રના કરોલી ગામ એક ચૂંટણી સભાને સંબોધિત કર્યા પછી મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. એ દરમિયના ટીવી ચેનલના માઈક પર ચપ્પલ આવીને પડી. ચપ્પલ ફેંકનારની ઓળખ થઈ શકી નથી. 
 
આ ઘટનાની દલિત નેતા અને ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાનીએ  નિંદા કરી છે. મેવનીએ ટ્વીટ કરીને લખ્યુ "ગુજરાતના ડેપ્યુતી મુખ્યમંત્રી નીતિન પટેલ પર કોઈએ જુતુ ફેંક્યુ. અમે આ પ્રકારના કાર્યનો વિરોધ કરીએ છીએ. તેમની સાથે અમારો વૈચારિક મતભેદ છે પણ આ પ્રકારનુ કાર્ય નિંદનીય છે. આશા કરુ છુ કે જુતુ ફેંકનાર શરમ અનુભવશે અને નીતિનભાઈ પણ તેને માફ કરી દેશે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર