અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બપોરે અમદાવાદ આવનારા હોઈ, સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પહેલીવાર બોઈંગ 747 એરફોર્સ વનના આગમન અને રવાનગીનું સંચાલન કરશે. અમેરિકન પ્રમુખ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પને લઈને આવનારું વિશ્ર્વપ્રસિદ્ધ ઉડતા કિલ્લા અથવા વ્હાઈટ હાઉસ સાથે અન્ય સાત વિમાનો પરત અમદાવાદ ઉતરશે. સૂત્રોના જણાવ્યા મુજબ કુલ 8 વિમાનો શહેરના એરપોર્ટ પર ઉતરશે. એમાં એરફોર્સ વન સહિત બે બોઈંગ અને 6 કાર્ગો એરક્રાફટનો સમાવેશ થાય છે. અમેરિકી પ્રમુખ જેમાં પ્રવાસ કરે છે એ બીસ્ટકાર કાર્ગો વિમાન દ્વારા લાવવામાં આવે છે. એ ઉપરાંત અન્ય જરૂરી લોજીસ્ટીક સપોર્ટ અને મટીરીયલ આ વિમાનમાં લાવવામાં આવે છે. છ કાર્ગો પ્લેનમાં ગ્લોબ માસ્ટર અને હકર્યુલલ કાર્ગોનો સમાવેશ થાય છે. પ્રમુખના વિદેશ પ્રવાસ વખતે સામાન્ય રીતે પ્રમુખ સામે રહે છે. હર્કયુલસનો ઉપયોગ પ્રમુખના વાહનો લઈ જવા કરવામાં આવે છે. 4 કાર્ગો એરક્રાફટ અગાઉથી આવી પહોંચશે. બાકીનાએ અન્ય બે પેસેન્જર એરક્રાફટ સાથે 24 ફેબ્રુઆરીએ આવશે. અમેરિકી પ્રમુખની સુરક્ષા પર દેખરેખ રાખવા અમેરિકન સુરક્ષા એજન્સીઓ તહેનાત કરવામાં આવી છે. સૂત્રોએ સમર્થન આપ્યું હતું કે, અમેરિકી પ્રમુખ અને ફર્સ્ટ લેડી માટે હયાત રિજન્સીના પ્રેસીડેન્સીયલ સ્યુટ અને અન્ય રૂમો બુક કરવામાં આવ્યા છે. દરમિયાન અમદાવાદના રિવરફ્રન્ટની પુર્વ બાજુએ આશ્રમની સાથે આવેલા ત્રણ એપાર્ટમેન્ટના લોકોને જયારે પણ વીવીઆઈપી અથવા રાજયના મહેમાન સાબરમતી આશ્રમની મુલાકાતે આવે ત્યારે તે પોતાના ઘરમાં જ મહેમાન બની જાય છે. વીવીઆઈપી સાબરમતી આશ્રમની મુલાકાતે આવે ત્યારે આ એપાર્ટમેન્ટમાં વસતા રહેવાસીઓ પોલીસને ઓળખપત્ર અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો સિકકો મારેલો ગેટ પાસ બતાવે ત્યારે જ તેમને પ્રવેશવાની છૂટ આપવામાં આવે છે. એકવા શીતલ, ઈસ્કોન રિવરસાઈડ અને અમુક અંશે શિલાલેખ બરાબર ગાંધીના નિવાસ હૃદયકુંજ સામે આવેલા છે. આ ત્રણેય એપાર્ટમેન્ટની ટેરેરા વીવીઆઈપીની મુલાકાત વખતે સિકયુરીટી પ્લેટફોર્મ બની જાય છે. અહીંથી સુરક્ષાદળના જવાનો વીવીઆઈપી આવે એ પહેલાં, મહાનુભાવો આશ્રમમા હોય ત્યારે અને પછીની ગતિવિધિઓનું બાયનોકયુલર દ્વારા દેખરેખ રાખી રિપોર્ટીંગ કરે છે. એપાર્ટમેન્ટના મેનેજરના જણાવ્યા મુજબ અમારી બિલ્ડીંગના ટેરેસ પરથી સુરક્ષાની દ્રષ્ટી છે. આશ્રમ સ્પષ્ટ જોઈ શકાય છે. અમદાવાદ પોલીસની ટીમે અહીં રહેતા 15 પરિવારોની વિગતો લઈ લીધી છે. 24મીએ અહીં રહેતા સભ્યોનો નામ તેમની યાદીમાં હશે તો જ આવવા દેવાશે. દરમિયાન, ચીમનભાઈ પટેલ બ્રીજથી ઝુંડાલ સર્કલ અને મોટેરા સુધીના માર્ગનું બ્યુટીફીકેશન કરવા અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશને રૂા.6-7 કરોડના ફુલ મંગાવ્યા છે. રસ્તાના સૌંદર્યીકરણ માટેની બે દરખાસ્તોને સ્ટેન્ડીંગ કમીટીએ બહાલી આપી છે. ચીમનભાઈ પટેલ બ્રીજથી મોટેરા સ્ટેડીયમ સુધીના માર્ગની સજાવટ માટે રૂા.1.73 કરોડ અને ચીમનભાઈ પટેલ બ્રીજથી ઝુંડાલ સર્કલ સુધીના રસ્તે જાવટ માટે રૂા.1.91 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મેટ્રો રૂમ નીચે ગ્રીન સ્પેસ બનાવવા માટેની આ દરખાસ્ત હતી. સ્થાયી સમીતીએ વેન્યુ ખાતે પુરતા પાણી, યુરીનલ અને લાઈટીંગ માટેની અન્ય એક દરખાસ્ત પસાર કરી હતી. રૂટ પરનું લાઈટીંગ થીમ આધારીત હશે.