સ્કૂલ બસનો અકસ્માત થતાં 22 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત, ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (13:28 IST)
અમદાવાદમાં સરખેજ ગાંધીનગર પાસે આવેલ નવાપુરા ગામ નજીક આજે સવારે એક સ્કૂલ બસ અને ટ્ર્ક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં 22 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. બસ ડ્રાઈવરને મરણતોલ ઈજાઓ પહોંચી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે 7-30 વાગ્યે મેમનગરમાં આવેલી દિવ્યાપથ સ્કૂલની બસ બાવળા વિસ્તારમાંથી શાળાના વિદ્યાર્થીઓને લઈને મેમનગર જઈ રહી હતી.

આ દરમિયાન નવાપુરા ગામના પાટિયા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને જોરદાર ટક્કાર મારી હતી. બસનો અણધાર્યો અકસ્માત થતા તુરંત જ ચાંગોદર પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી જેમાં એમ્બ્યુલન્સ, પોલીસ વાહન અને કેટલાક વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ તેમના વાલીઓ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ધો. 3થી 10માં અભ્યાસ કરતા અને બાવળા રહેતા ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. બસ ડ્રાઈવરને પણ મરણતોલ ઈજાઓ થઈ છે.

વેબદુનિયા પર વાંચો