ગુજરાતમાં ફરી આફતના એંધાણ, વાવાઝોડાની આગાહી

શનિવાર, 16 ઑક્ટોબર 2021 (16:32 IST)
ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે અને છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરી છે.
 
રાજ્યમાં એક તરફ બપોરના સમયે ગરમીથી ઉકળાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે ત્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
 
હવામાન વિભાગની આગાહી  મુજબ શિયાળામાં  કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા ટૅન્શન વધ્યું છે.પવનવાહક નક્ષત્રના યોગોને લીધે વાવાઝોડાની શક્યતા વધુ છે.
 
આજે અને આવતીકાલે વરસાદની સંભાવના
 
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, બંગાળ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શકયતા છે.જેની અસર નવેમ્બર અને ડિસેમ્બરમાં ખાસ જોવા મળી શકે છે. તો રાજ્યમાં આવતીકાલે અને આજે કમોમસમી વરસાદની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.
 
હિમાચલ પ્રદેશમાં વાતાવરણ પલટાયું
 
તો હિમાચલ પ્રદેશમાં પણ હવામાન બદલાયું છે. રવિવારે રાજ્યના લાહૌલ સ્પિતિ સહિત તમામ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થવાની સંભાવના છે. હવામાનના બદલાયેલા સ્વરૂપને પગલે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. જોકે શનિવારે સવારે તડકો છે, પરંતુ હવામાન વિભાગે શનિવારથી સોમવાર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર