IFCCO ખાતરમાં ભાવ વઘારો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, IFCCO NPK 10/26/26નો નવો ભાવ 1 હજાર 440 થયો છે જે પહેલાં 1 હજાર 175 રૂપિયા હતો. તો વળી IFCCO 12/32/16નો નવો ભાવ 1 હજાર 450 રૂપિયા થયો છે. આ ખાતરનો જૂનો ભાવ 1 હજાર 185 થયો છે. એક તરફ સરકાર ખાતરના ભાવમાં વધારો ન કરવાની વાતો કરે છે તો બીજી તરફ IFCCO દ્વારા ખાતરના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જો કે હજુ આ અંગે અસમંજસની સ્થિતિ સર્જાતા દિલીપ સંઘાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.