દેવાયત ખવડે મયુરસિંહ પર કાવતરૂ રચીને હૂમલો કર્યો, પોલીસને રેકી કર્યાના CCTV ફૂટેજ મળ્યા

મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (12:45 IST)
વિવાદિત લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મયુરસિંહ રાણા પર હૂમલો કર્યા બાદ હાજર થયેલા દેવાયત અને તેના બે સાગરીતો તાજેતરમાં પોલીસ સમક્ષ હાજર થયાં હતાં અને તેમના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે ત્રણેયને જેલ હવાલે કર્યા હતાં. પરંતુ હવે પોલીસના હાથે વધુ પુરાવા સાંપડ્યાં છે.

દેવાયત ખવડે મયુરસિંહ રાણાની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ પોલીસના હાથે લાગ્યાં છે. પોલીસે હવે કાવતરાની કલમ ઉમેરવા માટે કોર્ટમાં અરજી કરી છે. જેમાં દેવાયતે કાવતરૂ રચીને મયુરસિંહ પર હૂમલો કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે કોર્ટમાં જે રીપોર્ટ સબમીટ કર્યો છે. તેમાં આરોપી દેવાયત ખવડ અને તેના બે સાગરીતોએ ભોગ બનનાર મયુરસિંહની ઓફિસ પાસે રેકી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ બાબતના પોલીસને CCTV ફૂટેજ પણ મળ્યાં છે. જ્યારે દેવાયતના રિમાન્ડ ચાલુ હતાં ત્યારે પોલીસે પણ કાવતરા અંગે પુછપરછ કરી હતી પરંતુ તેણે પોલીસને આ બાબતે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. હવે દેવાયત અને તેના સાથીઓ જેલ હવાલે છે ત્યારે પોલીસે વધુ પુરાવા એકત્રિત કરવા માંડ્યાં છે. દેવાયત ખવડ મયુરસિંહ રાણા પર હૂમલો કરીને ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ ભોગ બનનાર મયુરસિંહના પરિવારે પોલીસ સામે દેવાયત સામે કાર્યવાહી નહીં થતી હોવાના આક્ષેપો કર્યા હતાં. તે ઉપરાંત ક્ષત્રિય સમાજે પણ રાજકોટ પોલીસ કમિશ્નરની મુલાકાત કરીને દેવાયત ખવડની ધરપકડ કરવા માટે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અંતે મામલો વડાપ્રધાન કાર્યાલયમાં પહોંચતાં દેવાયત રાજકોટ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો અને ત્યાર બાદ તેના બે સાગરીતો પણ હાજર થયાં હતાં. પોલીસે તેમને કોર્ટમાં રજુ કરીને જામીન માંગતાં કોર્ટે જામીન મંજુર કર્યાં હતાં. હવે તેઓ જેલ હવાલે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર