કોવિડ: દેશભરની હૉસ્પિટલોમાં આજે મોકડ્રીલ યોજાશે

મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (12:33 IST)
ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં કોવિડ-19ના વધતા જતા કેસ વચ્ચે ભારત સરકારે આજે સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે મોકડ્રીલ કરવાનો નિર્ણય લીધો છે.
 
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ઘણા એક્સપર્ટ સાથે તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.
 
તેમના ટ્વીટર પર આ વિશે માહિતી આપતા તેમણે લખ્યું હતું કે, “આજે દેશભરના લગભગ 100 પબ્લિક હેલ્થ એક્સપર્ટ અને ક્લિનિકના લોકો સાથે કોવિડ-19ના મૅનેજમૅન્ટના સંદર્ભે વાતચીત કરી છે.”
 
“કાલે દેશમાં કોવિડ સંબંધિત હૉસ્પિટલોમાં મોકડ્રીલ થશે. તમામ રાજ્યના આરોગ્ય મંત્રી પણ તેમાં ભાગ લેશે.”
 
સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “મહામારીના આપણા ભૂતકાળના અનુભવમાંથી શીખીને, અમે ઘણું સંશોધન કરી રહ્યા છે, દેશભરમાં આવતીકાલે મોકડ્રીલ યોજવામાં આવશે. આ સંશોધન અમને તૈયાર કરવામાં મદદ કરશે અને જો કોઈ કમી હશે તો, અમે તેને દૂર કરી શકીશું. આ સાથે જ તે અમારી સરકારી આરોગ્ય સેવાઓને વધુ સારી બનાવવામાં મદદ કરશે.”
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર