અમદાવાદમાં ભાજપના સાંસદે આંબેકડરને ફૂલોનો હાર પહેરાવતાં દલિતોના સુત્રોચ્ચાર

શનિવાર, 14 એપ્રિલ 2018 (13:17 IST)
આજે આંબેડકર જયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને બીજેપીના નેતાઓ ફુલહાર પહેરાવવા નીકળ્યા છે. પરંતુ શહેરના સારંગપુર વિસ્તારમાં બીજેપી સાંસદ કિરીટ સોલંકીએ બાબા સાહેબને ફુલહાર પહેરાવતી વખતે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન દલિત કાર્યકરોએ તેમની સામે સુત્રોચ્ચાર કર્યા હતા. આ સિવાય અમદાવાદના મેયર ગૌતમ શાહ અને મંત્રી વિભાવરી બેન દવેએ પણ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા હતા. આ દરમિયાન દલિતોએ સાંસદનો ખૂબ વિરોધ કર્યો હતો.

આ વિરોધને પગલે પોલીસે ભરત શાહ, જગદીશ ચાવડા, રાજુ વલવઈકર અને બિપિન રોયની અટકાયત કરી હતી. થોડા દિવસ પહેલા દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ બીજેપીના નેતાઓને આંબેડકરની પ્રતિમાથી દૂર રહેવાની ચીમકી આપી હતી. તો બીજી તરફ આજે શહેરમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બીજેપી નેતાઓ અને કાર્યકરો બાબા સાહેબને ફુલ ચડાવવા પહોંચ્યા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર