રાજ્યના તમામ જિલ્લાઓની શાળા-કોલેજોમાં કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરાશે

બુધવાર, 25 ઑગસ્ટ 2021 (22:32 IST)
રાજ્યના તમામ જિલ્લાઓની શાળા-કોલેજોમાં કોરોના રસીકરણના કેમ્પસનું આયોજન કરવામાં આવશે. 
આવા કેમ્પના આયોજન દ્વારા શાળા-કોલેજોના ૧૮થી ઉપરની વયના વિદ્યાર્થીઓ, રસીકરણ માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓ, શિક્ષકો અને તેમના પરિવારજનોને કોરોના વેકસીનેશન અંતર્ગત આવરી લેવામાં આવશે. 
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ ભાઈ પટેલ, ઊર્જા મંત્રીશ્રી સૌરભ ભાઈ પટેલ ,તેમજ મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને વરિષ્ઠ સચિવોની મળેલી કોર કમિટિની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
ભારત સરકારે આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન સુધીમાં બધા જ શિક્ષકોને કોરોના વેકસીનના સુરક્ષા કવચ અન્વયે આવરી લેવા રાજ્યોને આપેલા દિશા નિર્દેશને પગલે ગુજરાતમાં પણ આ વ્યવસ્થા રાજ્ય સરકારે ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. 
આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ સંદર્ભમાં જણાવ્યું છે કે, શાળા-કોલેજોમાં કોરોના વેકસીનેશન કેમ્પ માટે જિલ્લાઓને વેકસીનનો વધારાનો જથ્થો પણ ફાળવવાની સૂચનાઓ કોર કમિટિમાં મુખ્યમંત્રીએ આપી છે  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર