Covaxin: એમ્સમાં બાળકો પર વૈક્સીન ટ્રાયલ શરૂ, ત્રણને મળ્યા ડોઝ, હજુ સુધી કોઈ સાઈડ ઈફેક્ટ નહી

ગુરુવાર, 3 જૂન 2021 (14:44 IST)
દેશમાં બાળકો પર કોરોના વેક્સીનની ટ્રાયલ શરૂ થઈ ગઈ  છે. પટના એઇમ્સ ખાતે બાળકો પર સ્વદેશી કોવેક્સીનની બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ મંગળવારે શરૂ થઈ ગઈ.  આ હેઠળ ત્રણ બાળકોને કોવિડ રસી કોવેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હાલમાં ત્રણેય બાળકો સ્વસ્થ છે. એઈમ્સને કુલ 80 બાળકો પર ટ્રાયલનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
 
પટના એમ્સના કોવિડ પ્રભારી ડોક્ટર સંજીવ કુમારે બુધવારે કહ્યુ કે 12થી 18 વર્ષની વયના બાળકો પર આ ટ્રાયલ 1 જૂન એટલે કે મંગળવારે શરૂ કરવામાં આવ્યુ.  કોવેક્સીનના બાળકો પર ટ્રાયલના પ્રથમ દિવસે ત્રણ બાળકોને વેક્સીનની પ્રથમ ડોઝ આપવામાં આવી. આ ત્રણેય 12 થી 18 વર્ષની વયના છે અને પટનાના રહેવાસી છે. ત્રણેય સ્વસ્થ છે. કોઈના પર પણ કોઈ દુષ્પ્રભાવ જોવા મળ્યો નથી.  હોસ્પિતલે ત્રણ બાળકોના માતા-પિતાને એક ડાયરી આપી છે અને તેમને તેમના સ્વાસ્થ્યની દેખરેખ કરવા કહ્યુ છે. જો આ દરમિયાન બાળકોને કોઈપણ પરેશાની થાય તો તેમને તરત જ પટના એમ્સ સાથે સંપર્ક કરવા કહ્યુ છે. 
 
108 બાળકોએ સ્વેચ્છાથી કરાવ્યુ રજેસ્ટ્રેશન 
 
 એમ્સમાં કોવૈક્સીન રસીની બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. 28 મે થી રજીસ્ટ્રેશન શરૂ થયુ છે. સ્વેચ્છાથી 108 બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.  તેમાથી 15 બાળકોનુ  ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી અને ફક્ત ત્રણ જ ટ્રાયલને લાયક જોવા મળ્યા. 
 
28 દિવસ પછી 2 જી ડોઝ
 
આ ત્રણેય બાળકોને 28 દિવસના સમયગાળા પછી કોવાસીનનો બીજો ડોઝ આપવામાં આવશે. એકવાર તેમનુ રસીકરણ પૂર્ણ થાય બાદ રસીના કોઈપણ દુષ્પરિણામ માટે બાળકોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. પટના એમ્સએ બાળકોને તેમની વયના આધાર પર ટ્રાયલ માટે ત્રણ સમૂહમાં વહેંચવામાં આવ્યા છે. આ ત્રણ આયુ વર્ગ 2-5 વર્ષ, 6-12 વર્ષ અને 12-18 વર્ષ છે.  ઉલ્લેખનીય છે કે ડ્રગ કટ્રોલર જનરલ ઓફ ઈંડિયા (ડીસીજીઆઈ)એ 11 મે ના રોજ ભારત બાયોટેક નિર્મિત કોરોના વૈક્સીન  કોવૈક્સીનને 2 થી 18 વર્ષ સુધીના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી હતી. કોવૈક્સીન 2 થી 18 વર્ષ સુધીના 525 બાળકો પર ટ્રાયલ  કરશે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર