Corona update gujarat - 4 મહાનગરો સહિત રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા, 10 જિલ્લામાં સિંગલ ડિજીટમાં નોંધાયા કેસ

બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (21:44 IST)
રાજ્યમાં ફરી એકવાર દિવસે ને દિવસે સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં મોટાપાયે ચલાવવામાં આવેલા રસીકરણ અભિયાનના લીધે કોરોનાની ત્રીજી લહેર ઓછી અસરકારક રહી છે. આજે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.. આજે કોરોનાના નવા 2560 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ આજે 8,812 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,70,117 દર્દીઓ રિકવર થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 96.85 ટકાએ પહોંચ્યો હતો. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 1,37,094 રસીના ડોઝ અપાયા હતા. 
 
24 વ્યક્તિના મોત
હાલ કુલ 27355 એક્ટિવ કેસ છે. જે પૈકી 171 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 27184 સ્ટેબલ છે. બીજી તરફ 11,70,117 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10,740 દર્દીઓનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 24 નાગરિકોનાં મોત થયા છે. 
 
રાજ્યમાં કોરોના કેસની વિગત
આજે રાજ્યના ચાર મહાનગરો સહિત ગુજરાતના જિલ્લામાં કુલ 2560 કેસ નોંધાયા હતા. જે પૈકી અમદાવાદ કોર્પોરેશન 965, વડોદરા કોર્પોરેશન 296, ગાંધીનગર કોર્પોરેશન 96, રાજકોટ કોર્પોરેશન 83, સુરત કોર્પોરેશન 79, ભાવનગર કોર્પોરેશન 35, જામનગર કોર્પોરેશન 9, જુનાગઢ કોર્પોરેશન 2, વડોદરા 110, મહેસાણા 106, બનાસકાંઠા 100, સુરત 82, કચ્છ 73, રાજકોટ 51, આણંદ અને ખેડામાં 42-42, ગાંધીનગર 38, પાટણ 36, ભરૂચ અને મોરબીમાં 29-29, પંચમહાલ 28, સાબરકાંઠા 23, નવસારી 22, અમદાવાદ અને તાપીમાં 21-21, દાહોદ 17, વલસાડ 19, ડાંગ અને દેવભૂમિ દ્રારકામાં 14-14, ગીરસોમનાથ 12,  અરવલ્લી અને છોટાઉદેપુરમાં  11-11, સુરેન્દ્રનગર 10, અમરેલી 9, ભાવનગર 7, મહીસાગર અને નર્મદામાં 5-5, જુનાગઢ 4, બોટાદ અને જામનગરમાં 3-3, અને પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે.    
 
રસીકરણ અભિયાન
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 22 ને પ્રથમ અને 568 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 4,422 ને પ્રથમ અને 456 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 17,129 ને પ્રથમ અને 36014 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના તરૂણો પૈકી 11,887 ને પ્રથમ અને 34,212 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 32,384 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 1,37,094 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,03,43,811 રસીના ડોઝ અપાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર