78 ભારતીય માછીમારોનું અપહરણ- 13 બોટ સાથે 78 માછીમારોને બંધક બનાવી

બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (12:53 IST)
ભારતીય જળસીમામાંથી 10 બોટ અને 60 માછીમારના અપહરણ, સપ્તાહમાં અપહરણનો ચોથો બનાવ
પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય જળસીમાં માંથી 10 બોટ અને 60 માછીમારના અપહરણ કરી લઈ ગયા છે. પોરબંદર, ઓખા અને માંગરોળની બોટ હોવાનું જાણવા મળે છે.પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા છાસવારે ભારતીય જળસીમામાં ઘુસીને ભારતીય બોટ સહિત માછીમારોના અપહરણ કરી લઈ જવાની ઘટના સામે આવે છે ત્યારે ગઈકાલે મંગળવારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમાં માંથી માછીમારી કરી રહેલ 10 બોટ અને 60 માછીમારોના અપહરણ કરી પાકિસ્તાન લઈ ગયા છે. બોટ અને માછીમારોના નામ હવે જાહેર થશે તેવું માછીમાર આગેવન મનીષ લોઢારીએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમામાં ઘુસીને બોટ તથા માછીમારોના અપહરણ કરવાનો એક અઠવાડિયામાં આ ચોથો બનાવ છે. જેમાં ઓખાની તુલસીમૈયા બોટ અને 7 માછીમાર, નવસારીની સત્યવતી બોટ અને તેમાં સવાર 3 માછીમાર, બે દિવસ પૂર્વે જ મેરાજ અલી અને અલ અહદ બોટ અને તેમાં સવાર 13 માછીમાર તેમજ મંગળવારે 10 બોટ અને 60 માછીમારના બોટ સાથે પાક. મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી લઈ ગયા છે. આમ અઠવાડિયામાં ચોથો બનાવ બન્યો છે. હાલ પાકિસ્તાનના કબ્જામા 600 ભારતીય માછીમાર અને 1200 ભારતીય બોટ છે. છાસવારે અપહરણની ઘટના સામે આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર