ગુજરાતમાં કોરોના કેસ 1 લાખની નિકટ પહોચી, રિકવરી રેટમાં વધારો

ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (17:07 IST)
ગુજરાતમાં કોરોનાવાયરસ કેસ એક લાખની નજીક પહોંચી ગયા છે. બુધવારે, કોરોનાના 1305 નવા કેસો સામે આવ્યા હતા. હવે અહીં દર્દીઓની કુલ સંખ્યા 99050 થઈ છે. ખાસ વાત એ છે કે રાજ્યમાં રિકવરી રેટ  80.82 ટકા પર પહોંચી ગયો છે. હાલમાં ગુજરાતમાં એક્ટિવ કેસ ફક્ત 15948 છે. સંક્રમણને કારણે 12 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 3,048 પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે બુધવારે, દિવસમાં 74,523 સેમ્પલ લેવામાં આવ્યા છે. 
 
અમદાવાદમાં સ્થિતિ સુધરી 
 
બુધવારે, 1,141 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 80,054 લોકો સારવાર બાદ ચેપ મુક્ત થઈ ગયા છે. અહેવાલમાં જણાવાયું છે કે, એક દિવસમાં અમદાવાદ જિલ્લામાં 169 નવા કેસ આવ્યા, જે સાથે જ સંક્રમિતોની ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 31,847 થઈ ગઈ છે.  આ સાથે જ જિલ્લામાં ચેપને કારણે અન્ય ત્રણ લોકોનાં મોત સાથે 1,738 લોકોનાં મોત નીપજ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર