સ્કૂલમાં કોરોન્ટાઇન થયેલી 45 વર્ષીય પરણિતા 15 વર્ષ નાના યુવકને દિલ આપી બેઠી, પતિએ કર્યું કામ તમામ

રવિવાર, 18 એપ્રિલ 2021 (19:36 IST)
દેશભરમાં કોરોનાએ પોતાનો તાંડવ મચાવ્યો છે. તમામ રાજ્યોએ કોરોના સામે લડવાની પોતાની યોજનાઓના અનુસાર રણનીતિઓ બનાવી રહ્યા છે. ગુજરાતમાં પણ આ પ્રકારે અન્ય રાજ્યોમાંથી આવનાર તમામને નેગેટિવ રિપોર્ટના રાજ્યની સીમા પર આવવાની મનાઇ કરી દીધી છે. રાજ્યની સીમામાં પ્રવેશનાર તમામના કોરોના રિપોર્ટ ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેમને રાજ્યમાં પ્રવેશવાની અનુમતિ આપવામાં આવે છે. 
 
ગત વર્ષથી જ્યારે સુરતથી શ્રમિક પોત પોતાના વતન જઇ રહ્યા હતા, ત્યારે તેમને પણ પોતાના વતનમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. સુરતથી બિહાર જનાર એક પરિવારને પણ આ પ્રકારે એક સ્કૂલમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પરિવારની 45 વર્ષીય મહિલાએ પોતાનાથી 15 વર્ષ નાના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જેની જાણકારી મળતાં મહિલાના પતિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી હતી. 
 
વિસ્તૃત જાણકારી અનુસાર સચિન જીઆઇડીસીમાં લક્ષ્મી ફ્લોરમાં જમવાનું બનાવનાર 45 વર્ષીય કિતાબશ્રીને શનિવારે તેના પતિ રામપાલ બૈજનાથ પાલે તેનું ગળું દબાવી અને પેટમાં ચાકુ મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાની જાણકારી મળતાં જ સચિન જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે મૃતક મૂળ બિહારની રહેવાસી હતી. ગત વર્ષે જ્યારે તે લોકડાઉન દરમિયાન સુરતથી સ્થળાંતર કરીને બિહાર ગઇ હતી, ત્યાં ત્યાં તેના પરિવારને કોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો. 
 
કોરોન્ટાઇન દરમિયાન પરિવારને એક સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં મનીષ નામના એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. પતિ રામપાલને જ્યારે આ વાતની જાણકારી મળી, જેના કારણે બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થવા લાગ્યા હતા. કિતાબશ્રી અવાર નવાર મનીષ સાથે ફોન પર વાતચીત કરતી રહેતી હતી. પોતાની પરણાવવા લાયક યુત્રીના લગ્નની તૈયાર કરવાના બદલે પોતાનાથી 15 વર્ષ નાના યુવક સથે પ્રેમ પ્રકરણ શરૂ કરનાર પત્નીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો. જેમાં પુત્રીની ફરિયાદ આધારે પર સચિન જીઆઇડીસી પોલીસે પિતાના વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર