રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 12 હજારને પાર થયો છે અને 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 12,206 નવા કેસ નોંધાયા છે. તેમજ 121 દર્દીના મોત થયા છે. જ્યારે 4,339 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 80.82 ટકા થયો છે. સતત 21માં દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે.
24 કલાક દરમિયાન સુરત શહેરમાં 24, અમદાવાદ શહેરમાં 23, વડોદરા શહેરમાં 9, રાજકોટ શહેરમાં 8, સુરેન્દ્રનગર, વડોદરા અને રાજકોટ જિલ્લામાં 4-4, બનાસકાંઠા,ભરૂચ, ગાંધીનગર, જામનગર, જામનગર શહેર, મોરબી અને સાબરકાંઠા 3-3, અરવલ્લી, ભાવનગર શહેર, બોટાદ,, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મહેસાણા અને પાટણમાં 2-2, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, ગાંધીનગર શહેર, ખેડા,મહીસાગર, પંચમહાલ અને સુરતમાં 1-1 મળી કુલ 121ના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 5615એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત 12 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે.
આજે રાજ્યમાં 1 લાખ 51 હજાર 390ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 90 લાખ 56 હજાર 285 લોકોને પ્રથમ ડોઝ અને 15 લાખ 56 હજાર 258 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 5 લાખ 90 હજાર 594નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 67 હજાર 315 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 74 હજાર 604ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. રાજ્યમાં છેલ્લા 81 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 28 હજાર 178ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,494 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 46 હજાર 63 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 76,500 એક્ટિવ કેસ છે, જેમાંથી 353 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 76,147 દર્દીની હાલત સ્થિર છે.