ગુજરાતમાં કોરોના ફરી વકર્યો, કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ

શુક્રવાર, 3 જૂન 2022 (12:13 IST)
કોરોનાની ત્રીજી લહેર બાદ રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો હતો. જો કે, રાજ્યમાં હાલ કોરોના કેસમાં ઉતાર ચઢાવ જોવા મળી રહી છે. દરરોજ કોરોना કેસમાં વધધટ થઈ રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 25 દર્દીઓ સાજા થયા છે. તો હાલ રાહતના સમાચાર કહી શકાય કે રાજ્યમાં કોરોનાને કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા થઈ ગયો છે.
 
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 254 એક્ટિવ કેસ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામે તમામ 254 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,14,094 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,944 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
 
જો કે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસ અને ડિસ્ચાર્જ દર્દીની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 27 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 7 અને વડોદરામાં 6 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત કોર્પોરેશન અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ભાવનગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર કોર્પોરેશન, નવસારી, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં 13, વડોદરા કોર્પોરેશનમાં 6, ગાંધીનગર કોર્પોરેશનમાં 5 અને વડોદરામાંથી 1 વ્યક્તિ ડિસ્ચાર્જ થયો છે.
 
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 81,056 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1190 ને રસીનો પ્રથમ અને 24,857 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 249 ને રસીનો પ્રથમ અને 5,702 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 36,623 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 944 ને રસીનો પ્રથમ અને 11,491 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં કુલ 11,00,76,608 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર