ચેતી જાવ અમદાવાદીઓ - સિવિલમાં આવ્યો કોરોનાનો ચોંકાવનારો આંકડો, 70 ટકાથી વધુ દર્દીઓ આઈસીયુમાં દાખલ

સોમવાર, 15 માર્ચ 2021 (14:35 IST)
આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરી કોરોનાનો ચોંકાવનારો આંકડો આવ્યો છે. ,એક સમયે ગણતરીના કેસો હતા તે હવે 100 નજીક પહોંચ્યા
70 ટકાથી વધુ દર્દીઓ આઇસીયુમાં દાખલ,
વધુ જરૂર પડે બેડ મુકવાની તૈયારી શરૂ કરવામાં આવી
અમદાવાદમાં કોરોનાના ગણતરીના કેસ હતા ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ ખુશીનો માહોલ હતો.દર્દીઓ સાજા થઈને ઘરે જઈએ રહ્યા હતા. 1200 બેડની હોસ્પિટલમાં ડોકટરોએ અન્ય ડિપાર્ટમેન્ટ શરૂ કરાવી દીધા હતા .પણ ચૂંટણી જતા એક એક કરીને કેસ વધી રહ્યા છે.ત્યારે હવે રોજ કેસ વધતા હાલ 70 ટકા દર્દીઓ આઇસીયુમાં છે .તેમજ હવે જો દર્દીઓ વધશે તો કોરોના માટે નવા બેડ ફાળવવા પડે તેવો સ્થિતિ સર્જાઈ શકે છે
 
 
 
 
રાજયમાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પણ 150થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે અસારવાની સિવિલ હોસ્પિટલમાં પણ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા હવે 100ને પર પહોંચવા માંડી છે. સુપ્રિટેન્ડન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અત્યારે 91 જેટલા કેસો નોંધાયા છે જેમાં 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જે લોકો માસ્ક નથી પહેરતાં અને સોસિયલ ડિસ્ટન્સ નથી રાખતા તેમને ચેતવાની જરૂર છે. લોકોએ લગ્ન મેળાવડા અને ભીડ વાળી જગ્યા પર જવું ટાળવું જરૂરી છે.
 
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમા તૈયારીના ભાગરૂપે 1200 બેડ હોસ્પિટલમાં 500 બેડ ઇમરજન્સીના તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂર પડે વધુ બેડ શરૂ કરવામાં આવશે. ગત માર્ચ મહિનામાં કોરોનાના કેસો જે રીતે આવવાના શરૂ થયા હતા તેમ આ વર્ષે પણ માર્ચમાં કેસો ધીરે ધીરે વધી રહ્યાં છે. ફેબ્રુઆરી માસમાં સિવિલ હોસ્પિટલમાં 30 જેટલા કેસો હતા પરંતુ હવે માર્ચ મહિનામાં કેસોની સંખ્યા વધીને 90 સુધી પહોંચી છે જેથી લોકોએ જાગૃત થવાની જરૂર છે. લોકો જ્યાં ભેગા થાય છે ત્યાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જરૂરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર