ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં ગાંધીજીને લઇને અભદ્વ ટિપ્પણીથી વિવાદ

શનિવાર, 30 મે 2020 (13:38 IST)
નવસારી જિલ્લામાં શુક્રવારે રાત્રે વોટ્સઅપમાં ભાજપ ચિખલીના નામે ચલાવવામાં આવતા ગ્રુપમાં મહાત્મા ગાંધીને લઇને અભદ્વ ટિપ્પણી કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. 
 
ગાંધીજી વિશે અભદ્વ ટિપ્પણીનો સ્ક્રીન શોટ વાયરલ થઇ ગયો છે. આ ગ્રુપના એક સભ્યએ ''નાથૂરામ ગોડસે જિંદાબાદ''નો નારો પણ લગાવ્યો છે. આ જિલ્લામાં દાંડી પણ છે, જેનો મહાત્મા ગાંધી સાથે અતૂટ નાતો છે. આ પ્રકારની ટિપ્પણીથી લોકો ટીકા કરી રહ્યા છે. 
 
ભાજપ ચીખડી તથા વલસાડ ગ્રુપમાં ગાંધીજી વિરૂદ્ધ આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે. જેથી માહોલ પણ ગરમાયો છે. આ સંબંધમાં જ્યારે ચીખલી પીઆઇ ડી પટેલનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે આ સમગ્ર મામલા વિશે મને કોઇ જાણ નથી. જો આ પ્રકારની ઘટના હશે તો કાર્યવાહી કરવામાં આવશે. 
 
ચીખલી-વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અહિંસાના પુજારી હતા. તે ગુજરાતના હતા. એવામાં ગુજરાતના ભાજપના કોઇ લોકો સોશિયલ મીડિયાના ભાજપના ગ્રુપમાં ગાંધીજીના સંદર્ભમાં અભદ્વ ટિપ્પણી કરે છે તો તે અત્યંત દુખદ છે. આ ભાજપની વિકૃત માનસિકતાને દર્શાવે છે. આમ કરનાર લોકો વિરૂદ્ધ ફોજદારી કેસ થવો જોઇએ. તેના પર કોંગ્રેસ પ્રદર્શન કરી આમ કરનાર નેતાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર