લૉકડાઉનને કારણે એસટી નિગમને રોજ 7 કરોડની ખોટ, કર્મચારી મંડળે સીએમને પત્ર લખ્યો
શનિવાર, 30 મે 2020 (13:18 IST)
બે મહિનાના લોકડાઉનના પગલે એસટીની બસો પણ બંધ રહેવાને કારણે એસટી નિગમને રોજની 7 કરોડની આવકનો ફટકો પડ્યો છે. જેના કારણે એસટી નિગમની આર્થિક સ્થિતિ કથળી રહી હોવાથી નિગમના કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને 50 હજાર કર્મચારીઓ માટે આર્થિક પેકેજ જાહેર કરવા રજૂઆત કરાઇ છે.
આ પત્રમાં રાજ્ય સરકારે ભાડે લીધેલી એસટી બસોના ચૂકવવાની થતી 1800 કરોડ જેટલી માતબર રકમ નહીં મળી હોવાથી પણ નિગમની સ્થિતિ કથળી હોવાનો ઉલ્લેખ કરાયો છે. રાજ્યની નગરપાલિકાઓની કથળી રહેલી આર્થિક સ્થિતિ અંગે પણ નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સીએમ વિજય રૂપાણીને પત્ર લખાયો છે. જેમાં જણઆવ્યા મુજબ પાલિકાઓ દ્વારા કરવેરાની વસૂલાત થઇ શકી નથી જેથી કર્મચારીઓના પગાર કરવા પણ મુશ્કેલ બન્યા છે. જેથી આગામી માસના પગાર માટે ખાસ કિસ્સામાં ગ્રાન્ટની ફાળવણી કરવી જોઇએ.