ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન મોંઘવારીનો પ્રશ્ન ગાજ્યો છે. વિધાનસભામાં અગાઉ નકલી PSI અને બટાકા ડુંગળીના ભાવ મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે આજે વિધાનસભાની કામગીરીના પ્રારંભ પુર્વે કોંગ્રેસના ધારાસભ્યોએ મોંઘવારી, ગેસના ,તેલના વધતા જતા ભાવોને લઈને દેખાવો કર્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ગેસનો સિલિન્ડરને ખભે લઈને સંકુલ બહાર ફર્યા હતા. ધારાસભ્યોએ બેનરો દેખાડીને સુત્રોચ્ચાર કર્યો હતો. દરમિયાન વિધાનસભા સંકુલની બહાર ઊભેલી પોલીસે તમામ કોંગ્રેસના આગેવાનોને ઘેરી લીધા હતા. કોંગ્રેસના સભ્યોને કાર્ડ અને સિલિન્ડર સાથે પ્રવેશ આપ્યો ન હતો. ભાજપ તારો કે એવો ખેલ, સસ્તો દારૂને મોંઘુ તેલ આ સૂત્રોચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો હતો.
વધતી જતી મોંઘવારી અને ગેસ સિલિન્ડરના ભાવને લઈને વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે. તેમણે કે સિલિન્ડર ખભા ઉપર રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુપીએની સરકારમાં ગેસ સિલિન્ડરના ભાવ ઓછા હતા જ્યારે અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવ ઓછા હોવા છતાં ભારતીય જનતા પાર્ટી મોંઘવારીનો માર લોકો ઉપર નાખી રહી છે.