વડોદરામાં બાળકીઓનું ધર્માંતરણ કરાવવા અંગે પોલીસમાં ફરિયાદ, શું છે મામલો?

મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (11:24 IST)
વડોદરાના મકરપુરા પોલીસસ્ટેશનમાં મધર ટૅરેસા દ્વારા સ્થાપિત મિશનરીઝ ઑફ ચેરિટી વિરુદ્ધ ગુજરાત ધાર્મિક સ્વતંત્રતાના કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.
 
ઇન્ડિયન ઍક્સપ્રેસનાં અહેવાલ અનુસાર, વડોદરા જિલ્લા સમાજસુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી અને જિલ્લાની ચાઇલ્ડ વૅલ્ફેર કમિટીના ચૅરમૅન દ્વારા 9 ડિસેમ્બરના રોજ આ સંસ્થા દ્વારા સંચાલિત શૅલ્ટરહૉમની મુલાકાત લેવાઈ હતી.
 
એફઆઈઆર મુજબ, મુલાકાત દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે શૅલ્ટર હૉમમાં રહેતી બાળકીઓને ખ્રિસ્તી ધર્મની સામગ્રી વાંચવા અને ખ્રિસ્તીપ્રાર્થનાઓમાં ભાગ લેવા ફરજ પાડવામાં આવે છે.
 
જેની પાછળ ફરજિયાતપણે ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું કાવતરું હોવાની ગંધ આવતાં તેમણે મકરપુરા પોલીસસ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર