ભરૂચ જિલ્લામાં 100થી વધુ આદીવાસીનું ધર્માંતરણ કરાવવાના આરોપમાં 9 વિરૂદ્ધ ફરિયાદ

મંગળવાર, 16 નવેમ્બર 2021 (12:39 IST)
ગુજરાતના ભરૂચ જિલ્લાના એક ગામમાં વિદેશી ફંડ દ્રારા 100થી વધુ આદિવાસીઓના ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. આ લોકો પર કથિત રીતે રૂપિયાની લાલચ આપીને ધર્માંતરણ કરવાનું દબાણ બનાવવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે લંડનના રહેવાસી એક વ્યક્તિ વિરૂદ્ધ 9 લોકો એફઆઇઆર નોંધાવી છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે જણાવ્યું કે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના વાસવા હિંદુ સમુદાય્યના 37 પરિવારોના 100થી વધુ આદિવાસીઓને રોપિયા અને અન પ્રકારના પ્રલોભન આપીને ધર્માંતરણનું દબાણ બનાવવામાં આવ્યું હતું. આ મામલે આરોપીઓએ આ આદિવાસીઓની નબળી આર્થિક સ્થિતિ અને આદિવાસી સમુદાયના સભ્યોની નિરક્ષરતાનો લાભ ઉઠાવ્યો છે અને તેને ઇસ્લામિક ધર્મ અપનાવવાની લાલચ આપી છે.
 
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર લંડનમાં રહેનાર વ્યક્તિને બાદ કરતાં તમામ 9 આરોપી સ્થાનિક નિવાસી છે. એક આરોપી હાલમાં લંડનમાં રહે છે અને તેની ઓળખ ફેફડાવાલા હાજી અબ્દુલના રૂપમાંથી જેને આ પ્રકારના નબળા લોકોના ધર્મ પરિવર્તન માટે વિદેશી ફંડ એકત્ર કર્યું છે. 
 
ભરૂચ પોલીસે કહ્યું કે વિદેશથે પ્રાપ્ત થયેલા ફંડનો ઉપયોગ મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્રારા અવૈધ ધર્મ પરિવર્તન ગતિવિધિઓ માટે લાંબા સમયથી કરતો હતો. 
 
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ બે સમુદાયો વચ્ચે હિંસા ફેલાવવા માટે હિંદુ સમુદાયના સભ્યોને પૈસા અને લાલચ આપીને ઇસ્લામમાં પરિવર્તિત કરવાની લાલચ આપી હતી. પોલીસે આ મામલે તમામ 9 લોકો વિરૂદ્ધ નોંધાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર