ચોમાસુ વિદાયની શરૂઆત, કોઈ સિસ્ટમ સક્રિય નથી

બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (08:57 IST)
Weather News- આગામી તા. 27-28 દરમ્યાન ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થશે અને ચોમાસુ વિદાય લેવાની જે પ્રક્રિયા છે તે લગભગ 9 ઓક્ટોમ્બર સુધી ચાલશે. 9 ઓક્ટોમ્બર સુધી સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જીલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં છુટો છવાયો વરસાદ જોવા મળશે. 
 
હવામાન વિભાગમાંથી મળતી વિગત અનુસાર, તા. 27-28 દરમ્યાન ચોમાસુ વિદાય લેવાની શરૂઆત દરમિયાન છુટાછવાયા ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. આ દિવસોમાં પવનની પ્રતિ કલાકની ઝડપ 10 થી 13 કિમીની રહેશે. જ્યારે મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 થી 26 ડીગ્રી રહેવાની સંભાવના છે.
 
જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં આગામી ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર