કોલંબિયાની માતા-પુત્રીની જોડીએ પતંગોત્સવમાં મહિલા સશક્તિકરણની થીમ આધારિત પતંગને આકાશમાં લહેરાવ્યો

ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (08:48 IST)
કોલંબિયામાં તહેવારોમાં કલરફુલ વસ્ત્રો પહેરવાની પરંપરા છે, ત્યારે ભારતમાં ઉત્તરાયણ પર્વમાં આવી સામ્યતા જોવા મળી  હતી. ભારતના મારા પ્રથમ પ્રવાસ દરમિયાન સુરતવાસીઓનો પતંગ પ્રત્યેનો ઉત્સાહ જોઈ આનંદિત થઈ છું . અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં મહિલા સશક્તિકરણની થીમ આધારિત પતંગને કોલંબિયાની માતા-પુત્રીની જોડીએ આકાશમાં લહેરાવ્યો હતો અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. 
 
માતા અદ્રીયાના મારીયા સાથે પુત્રી સોફિયા અલ્વરેઝ સુરતવાસીઓનો પતંગ પ્રત્યેનો ઉત્સાહ જોઈ આનંદિત થયા હતા. ફુડ સાયન્સનો અભ્યાસ કરતી ૨૩ વર્ષિય પતંગબાજ સોફિયાએ જણાવ્યું હતું કે, અમે સુરતમાં મહિલા સશક્તિકરણને ઉજાગર કરતી અને વિવિધ રંગો તેમજ મહિલાના ચહેરાની ડિઝાઈન સાથેની અવનવી પતંગને સુરતના આકાશમાં લહેરાવી હતી. 
 
વધુમાં સોફિયાએ કહ્યું કે, કોલંબિયામાં તહેવારોમાં કલરફુલ વસ્ત્રો પહેરવાની પરંપરા છે, ત્યારે ભારતમાં ઉત્તરાયણ પર્વમાં આવી સામ્યતા જોવા મળી છે એમ જણાવી સુરતના ખાસ વ્યંજનોનો આસ્વાદ ખૂબ ગમ્યો એમ ઉમેર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર