ગુજરાતમાં 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ અપાયું,G-20ની થીમ પર પતંગ મહોત્સવ યોજાશે

બુધવાર, 28 ડિસેમ્બર 2022 (22:08 IST)
આજે ગાંધીનગરમાં સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોનાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. કોરોનાની સંભવિત સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. રાજ્યની હોસ્પિટલો દ્વારા કયા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે તેની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

બીજી તરફ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લઈને પણ ચર્ચાઓ થઈ હતી. આ વખતે પતંગ મહોત્સવને લઈને કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમદાવાદ, સ્ટેચ્યૂ ઓફ યુનિટ, ધોલેરા, વડોદરા, વડનગર, દ્વારકા, કેવડિયામાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ વખતે G-20ની થીમ પર પતંગ મહોત્સવ યોજાશે. 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ આપવામાં આવશે. તેમજ કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે પતંગમહોત્સવ યોજાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર