CISCE ICSE, ISC Result 2021: પરિણામ રજુ, 10માનું 99.98 ટકા અને 12માનું 99.76 ટકા રહ્યુ પરિણામ
શનિવાર, 24 જુલાઈ 2021 (15:59 IST)
CISCE ICSE, ISC Results 2021 Live Updates: કાઉંસિલ ફોર ધ ઈંડિયન સ્કુલ સર્ટિફિકેટ એક્જામિનેશન શનિવારે પોતાની સત્તાવર વેબસાઈટ cisce.org પર આઈસીએસઈ (કક્ષા 10મુ) અને આઈએસસી (કક્ષા 12મુ) નુ પરિણામ રજુ કરવા જઈ રહ્યુ છે. વિદ્યાર્થીઓ બપોરે 3 વઆગ્યાથી પોતાનુ પરિણામ જોઈ શકસહે. આ સતત બીજુ વર્ષ છે જ્યારે બોર્ડે આઈસીએસઈ અને આઈએસસીના વિદ્યાર્થીઓનુ પરિણામ આંતરિક મૂલ્યાંકનના આધારે રજુ કર્યુ છે. 2020માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ તો ત્યારે ચાલી રહેલી બોર્ડ પરીક્ષાઓમા અનેક પેપર રોકવા પડ્યા હતા. સાથે જ આ વર્ષે પણ કોરોના મહામારીની બીજી લહેરને કારણે આઈએસસીઈ અને આઈએસસી ની પરીક્ષાઓ રદ્દ કરીને અને મૂલ્યાંકન નીતિના હિસાબથી પરિણામ રજુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
પ્રદેશ મુજબનું આઈસીએસઈ 10માંનુ પરિણમનુ 2021 વિશ્લેષણ
ઉત્તર : 99.97 ટકા
પૂર્વ: 99.98 ટકા
પશ્ચિમ: 99.99 ટકા
દક્ષિણ: 100%
વિદેશી: 100%
બારમા ધોરણમાં છોકરાઓએ બાજી મારી
આઇસીએસઇ પાસ ટકાવારી 99.98 ટકા અને આઈએસસી પાસ ટકાવારી 99.76 ટકા છે. આઈસીએસઈના પરિણામમાં, છોકરીઓ અને છોકરાઓ બંનેએ 99..98 ટકા રિઝલ્ટ મેળવ્યુ છે. આઈએસસી માટે છોકરાઓ અને છોકરીઓની પાસની ટકાવારી અનુક્રમે 99.86 અને 99.66 ટકા રહી.
2,19,499 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું
- કુલ: 219,499
- છોકરાઓ: 1,18,846 અથવા 54.14%
- છોકરીઓ: 1,00,653 અથવા 45.86%
પરિણામ જાહેર થયું, આ રીતે જુઓ તમારું પરિણામ
સ્ટેપ 1 : આઈએસસીઇ www.cisce.org અથવા www.results.cisce.orgની official ઓફિશિયલ વેબસાઇટ પર જાવ.
સ્ટેપ 3 : ઉમેદવારોએ કોર્સ વિકલ્પમાં આઇસીએસઇ અથવા આઈએસસીમાંથી કોઈ એક પસંદ કરવો પડશે.
સ્ટેપ 4: આઇસીએસઇ વર્ષ 2021 પરીક્ષાનું પરિણામ જોવા માટે, ઉમેદવારે સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે પોતાની વિશિષ્ટ આઈડી, ઈંડેક્સ નંબર અને કૈપ્ચા દાખલ કરવો પડશે.
સ્ટેપ 5: એકવાર તમારું પરિણામ સ્ક્રીન પર દેખાય, પછી તમે તેને ડાઉનલોડ કરી શકો છો.
સ્ટેપ 6: ઉમેદવારો ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.