ટોકિયો ઓલંપિકમાં ભારતને પ્રથમ મેડલ, વેટલિફિટિંગમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર જીતી રચ્યો ઈતિહાસ

શનિવાર, 24 જુલાઈ 2021 (13:21 IST)
ભારતની સ્ટાર મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ટોકિયો ઓલંપિક 2020માં દેશને પ્રથમ મેડલ અપાવ્યો છે.    ચાનૂએ ટોકિયો ઓલંપિકમાં વેટલિફ્ટિંગમાં પદકનો ભારતને 21 વર્ષનો ઈંતજાર ખતમ કર્યો અને રજત પદક  જીતીને દેશનુ ખાતુ પણ ખોલ્યુ. તેમણે મહિલાઓની 49 કિગ્રા વર્ગમાં ક્લીન એંડ જર્કમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યો.  ચેનેની હાઉ ઝિહૂએ ગોલ્ડ મેડલ પર કબજો કર્યો.

ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ પોતાના અંતિમ પ્રયાસમાં 117 કિલો વજન ઉંચક્યું અને તેને સિલ્વરમાં મેડલથી સંતુષ્ટ  થવું પડ્યું. બીજા પ્રયાસમાં તેણે 115 કિલો વજન ઉંચક્યું. જો કે, પ્રથમ પ્રયાસમાં, તે ફક્ત 110 કિલો વજન ઉંચકવામાં સક્ષમ રહી હતી. આ અગાઉ સિડની ઓલિમ્પિક્સ 2000 માં કર્ણ મલ્લેશ્વરીએ વેઇટ લિફ્ટિંગમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. 
 
 
બીજી બાજુ ગોલ્ડ જીતનારી ચીનની હોઉ ઝીહુઈએ કુલ 210 કિગ્રા (94 + 116 કિગ્રા)નો ભાર ઉઠાવ્યો. ઇન્ડોનેશિયાની આઈશા વિંડીએ કેંટીકાએ કુલ 194 કિલો (kg 84 કિગ્રા + 110 કિલો) ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. મીરાબાઈ 2017 માં વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ (48 કિલો) ની ચેમ્પિયન બની હતી. તેણે આ વર્ષે એપ્રિલમાં 86 કિલો સ્નેચ અને વર્લ્ડ રેકોર્ડ 119 કિલો વજન ઉંચકીને ટાઇટલ જીત્યું હતું. કુલ 205 કિલો વજન ઉંચકીને તે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
 
 
બીજી તરફ, ભારતીય શૂટર સૌરભ ચૌધરી 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઈનલમાં પહોંચી ગયો છે. સૌરભ 6ઠ્ઠી સિરીઝના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 600 પોઇન્ટમાંથી 586 સ્કોર પર પ્રથમ રહ્યો હતો. આ ઇવેન્ટમાં અન્ય એક બીજા ભારતીય શૂટર અભિષેકને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર કરી દેવાયો હતો. 575 પોઇન્ટ સાથે તે 17મા ક્રમે રહ્યો છે. ક્વોલિફાઇંગમાં ટોપ -8 સ્થાને રહેનારા શૂટરને ફાઇનલમાં જગ્યા મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર