મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરાની ઝુપડપટ્ટીની મુલાકાત લીધી, સ્થાનિકોએ કહ્યું: સાહેબ ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો'

શુક્રવાર, 25 માર્ચ 2022 (16:20 IST)
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગર ઝુપડપટ્ટીની ઓચિંતી મુલાકાત લીધી હતી. CMને પોતાના વિસ્તારમાં જોઇને સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો. તમે CM છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો.


વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં અનેક 
મુશ્કેલીઓ વચ્ચે લોકો જીવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી આજે સવારે 9:30 વાગ્યે અચાનક જ એકતાનગરની મુલાકાતે પહોંચી ગયા હતા. આમ CMને પોતાના વિસ્તારમાં આવેલા જોઇને સ્થાનિક લોકો અચંબામાં મુકાઇ ગયા હતા. આ દરમિયાન એક વૃદ્ધ મહિલા સહિત સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની મુશ્કેલી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પણ તેમની મુશ્કેલીઓ દૂર કરવાની હૈયાધારણા આપી હતી.

એક વૃદ્ધ મહિલા અને સ્થાનિકોએ CMને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ તમે ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો. તમે CM છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો. પણ અમારી સમસ્યાનું નિવારણ તમે લાવી આપો. પાણી અને ગટરની સમસ્યા દૂર કરી આપો.બીજી તરફ રાજકીય અગ્રણીઓને મુખ્યમંત્રીની એકતાનગરની મુલાકાત અંગે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. આમ CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સાથે અમદાવાદથી કારમાં સુખાલીપુરા ગામે પહોચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલને કોઇ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે સરકારના કોઇ અધિકારીઓ, જિલ્લાતંત્ર વાહકોને જાણ કર્યા વિના વડોદરાના આ સુખાલીપુરા ગામે પહોચી ગયેલા જોઇ ગ્રામજનો તો અચંબામાં પડી ગયા.આજે કોઇને જાણ કર્યા વિના જ વડોદરાના એકતાનગરમાં પહોંચી ગયા હતા. જેના પગલે સ્થાનિક લોકોમાં પણ ખુશી જવા મળી હતી.મુખ્યમંત્રીએ સ્મિત સાથે સહજતાથી સરપંચને કહ્યું કે, જો તમને જાણ કરી હોત તો તમે બધી તૈયારી કરી રાખી હોત. મારે તો ગામની વાસ્તવિક સ્થિતિ જાણવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ વિમાની મથકેથી રાષ્ટ્રપતિને જામનગર જવા વિદાય આપ્યા બાદ અચાનક જ આ ગ્રામીણ વિસ્તારોની મોટરમાર્ગે નિરીક્ષણ મુલાકાતનો નિર્ણય કર્યો અને કોઇને ય જાણ કર્યા વિના અમદાવાદ, વડોદરા હાઇ-વે પર થઇને સુખાલીપુરા પહોચી ગયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર