દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા

સોમવાર, 1 જાન્યુઆરી 2024 (11:12 IST)
કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,  31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે.

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 1થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. 5 જાન્યુઆરી સુધી દેશના 70 ટકા ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર