સીબીઆઈના નિદેશક આલોક વર્મા અને વિશેષ નિદેશક રાકેશ અસ્થાના વચ્ચે ચરમ પર વિવાદો પછી સરકારે એજંસીના બંને નિદેશકોના રજા પર મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે જ તત્કાલ પ્રભાવથી સંયુક્ત નિદેશક એમ. નાગેશ્વર રાવને કેન્દ્રીય એજંસીના અંતરિમ નિદેશક બનાવ્યા છે. સમાચાર એજંસી ભાષાએ પોતાના સૂત્રોના હવાલાથી બતાવ્યુ છેકે સીબીઆઈ મુખ્યાલયની ઈમારતને સીલ કરવામાં આવી. ન તો કર્મચારીઓ અને ન તો બહારના લોકોને બિલ્ડિંગમાં જવાની મંજુરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં રાવને તત્કાળ અસરથી વર્માના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ પોતાન જ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. તેમની ઓફિસમાં દરોડા પણ પાડવામાં આવ્યા હતાં. એફઆઈઆરમાં અસ્થાના પર માંસના વ્યાપારી મોઈન કુરેશી પાસેથી 3 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.