આગામી વિઘાનસભાની તમામ બેઠકો જીતીશું, પક્ષમાં જૂથવાદને નહીં ચલાવી લેવાયઃ સી.આર. પાટીલ

ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (14:47 IST)
ભાજપ ગુજરાતનાં અધ્યક્ષ સી. આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસે છે. આજે તેમનો બીજો દિવસ છે. પ્રદે અધ્યક્ષે આજે ભાજપના કાર્યકર્તાઓને અનેક વાતો સમજાવી દીધી છે. તેમણે કાર્યકર્તાઓને સ્પષ્ટ વાત કરતા કહ્યું કે, જૂથવાદ કરનારને તેનું સ્થાન બતાવાવમાં આવશે. અમે કાર્યકરોને વિનંતી કરી છે કે, તેઓ ક્યારેય જૂથવાદમાં પડે નહીં. તમે તમારા મેરિટ ઉપર જ લક્ષ્ય આપજો. તમને તમારા કરેલા કામ પરથી જવાબદારી સોંપવામાં આવશે. કોઇના કહેવાથી અને કોઇના જૂથમાં રહેવાથી કોઇ જવાબદારી નહીં મળે.સી. આર પાટીલે વધુમાં જણાવ્યું કે, 2022માં તમામ 182 બેઠક પર અમે જીતીશું. લોકસભાની 26માંથી 26 બેઠક જીત્યા હતા તેવી જ રીતે વિધાનસભાની પણ 182માંથી 182 બેઠકો પર જીત મેળવીશું. 182 બેઠકો જીતવી અધરી વાત નથી. આ માટે અત્યારથી જો કહેલા કામ પાર પાડશે તો આ જીત એક હજારને એક ટકા નક્કી છે.આ ઉપરાંત તેમણે કાર્યકર્તાઓનાં શિક્ષક બનીને પણ અનેક વાતોની ટકોર કરી કે, કાર્યકરોને જૂથવાદથી દૂર રહી કામ કરવું જોઇએ. નેતાઓના ઝભ્ભા પકડવાના બદલે પેજ સમિતિમાં સાચા કાર્યકરોને સ્થાન આપવા સૂચના આપવામાં આવી છે. ચૂંટણીમાં જો ટિકિટ જોઇતી હશે તો છેલ્લી 4 ચૂંટણીમાં પેજ-બુથમાં પક્ષને લીડ હોવી જરૂરી છે. જો લીડ ન હોય તો ટિકિટની અપેક્ષા ન રાખવી. લોકોના કામ કરવા કાર્યકરોને ટકોર કરી છે. મંત્રીઓ-સાંસદો પાસે લોકોના પ્રશ્નો પહોંચાડવાની કાર્યકરોની જવાબદારી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર