ગુજરાતમાં જમીન માફિયા સામે કાયદો કડક કરાશે, 10 વર્ષની સજાની જોગવાઈ

ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (14:03 IST)
ગુજરાતમાં હવે 2 જમીન-કૌભાંડ-સરકારી ખાનગી જમીન પચાવી પાડવા વિરુદ્ધના કાનૂનમાં સુધારા કરતો ધ ગુજરાત લેન્ડ ગ્રેસીંગ બિલ 2020 રજુ કરવા નિર્ણય લીધો છે. જેથી વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ એક્ટમાં સુધારા સાથેનું વિધેયક પસાર કરવામાં આવે તેવી શક્યતા છે. આ સુધારા બાદ જમીન માફિયાઓને 10 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ એક્ટ મુજબ, જે તે જમીનની જંત્રી કિંમત સમાન દંડની પણ જોગવાઈ છે. જો આ પ્રકારના જમીન કૌભાંડમાં કોઈ કંપની કે પેઢી સંડોવાયેલી હોય તો તેની સાથે જોડાયેલા દરેક વ્યક્તિને આ પ્રકારની સજાનો સામનો કરવાનો રહેશે. આ માટે પેઢી કે કંપનીના સંચાલન માટે જે જવાબદાર હોય તેને દોષીત ગણી શકાશે. વિધાનસભાના છેલ્લા સત્ર સમયે જ આ ખરડો તૈયાર હતો. પરંતુ કોરોનાના કારણે સત્ર ટુંકાવવાની ફરજ પડતા તે વિધાનસભા ગૃહમાં રજુ થઈ શક્યો નહી. જમીન માફિયાના અપરાધ માટે કામ ચલાવવા ખાસ કોર્ટની જોગવાઈ કરવા અને કેસ ઝડપથી ચલાવવા ખાસ સરકારી ધારાશાસ્ત્રીની નિયુક્તિ કરવાનો નિર્ણય લીધો છે. સરકારી અને ખાનગી જમીન પર ગેરકાનુની રીતે બનાવટી દસ્તાવેજો ઉભા કરીને કે પછી માફીયાગીરીથી કબ્જો કરીને કરોડપતિ થનારાઓની સંખ્યા વધતી જાય છે અને તેને રાજકીય-પોલીસ તંત્રની મદદ પણ મળી રહી છે તે રોજીંદી ઘટનાઓ બની છે. રાજ્યમાં સરકારે ગેરકાનુની બનાવટી દસ્તાવેજો કે આધાર-પુરાવાથી જમીન મિલ્કત કબ્જે કરવાના બનાવશે સામે રેવન્યુ રેકોર્ડ અપડેટ કરી ઓનલાઈન કરવા અને અનેક પ્રકારની જોગવાઈની જમીન-કૌભાંડ અટકાવવાના પ્રયાસો કર્યા જ છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર