પાદરામાં દંપત્તીની ક્રુર હત્યાઃ અજાણ્યા શખ્સોએ શ્રમજીવી પરિવાર પર ધારિયાથી હૂમલો કર્યો

શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (14:15 IST)
news of gujarat
 પાદરા તાલુકાના ગણપતપુરા ગામ નજીકની નર્મદા કેનાલ પાસે છાપરૂ બાંધીને રહેતા દંપતિ પર હૂમલો થયો હતો અને તેમની ધારિયાના ઘા મારીને હત્યા કરી દેવાઈ હતી.એટલું જ નહીં હત્યારાઓએ લાશને ગાદલામાં લપેટી કેનાલમાં નાંખીને ભાગી ગયા હતાં. સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે લાશો બહાર કાઢીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. ભંગાર વેચીને ગુજરાન ચલાવતા દંપતિની હત્યા કેમ કરવામાં આવી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગણપતપુરા કેનાલ પાસે છાપરૂ બાંધીને રહેતા રમણ સોલંકી ભંગાર વીણીને ગુજરાન ચલાવતા હતાં. આજે સવારે પોલીસને ઘટના સ્થળેથી હત્યામાં વપરાયેલું ધારિયું મળી આવ્યું છે. ઘટના સ્થળ પાસથી ભેજાના માસના લોચા પડેલા જણાઇ આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી લોહીથી લથપથ ગોદડીઓ તેમજ હથીયાર કબ્જે કર્યું છે.શ્રમજીવી દંપતીની હત્યા કર્યા બાદ કેનાલમાં ફેંકી દેવાયેલી લાશો સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કઢાવવામાં આવી છે. દંપતીના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે પાદરા સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અન્ય પૂરાવા એકત્ર કરવા આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર