વડોદરા નજીક હિટ એન્ડ રનમાં ત્રણના મોત, SUV ચાલક ફરાર

શુક્રવાર, 25 એપ્રિલ 2025 (16:22 IST)
રાજ્યમા શુક્રવારે વધુ એક દુ:ખદ હિટ એન્ડ રનની ઘટનામાં, વડોદરા નજીક ડભોઈ ગોપાલપુરા નજીક એક ઝડપી બોલેરો એસયુવી એક બાઇક સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા.
 
મૃતકોની ઓળખ સુરેશ રાઠવા, રામસિંહ રાઠવા અને મુકેશ રાઠવા તરીકે થઈ છે, જે બધા છોટાઉદેપુર જિલ્લાના વતની છે. 
 
પોલીસ અહેવાલો અનુસાર, સુરેશ અને રામસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયું હતું.
 
આ અકસ્માત ત્યારે થયો જ્યારે ત્રણેય મિત્રો લગ્નમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. ઝડપી ગતિએ આવતી બોલેરોએ તેમની બાઇકને ટક્કર મારી અને અકસ્માત બાદ તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયો.
 
અહેવાલો મુજબ, મૃતકોમાંથી એક પોલીસ અધિકારી હતો, જ્યારે અન્ય બે તાજેતરમાં પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ભરતી પરીક્ષા આપી હતી.
 
મૃતકનાં નામ
 
મુકેશ સનાભાઈ રાઠવા, મૂળ રહે. તુરખેડા, જિલ્લો છોટાઉદેપુર
સુરેશ નેરસિંહ રાઠવા, મૂળ રહે. કનલવા, જિલ્લો છોટાઉદેપુર
હરેશ રામસિંહ રાઠવા, મૂળ રહે. કનલવા, જિલ્લો છોટાઉદેપુર
 
મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે. આ બંને મિત્રે પીએસઆઇની પરીક્ષા આપી હોવાની વિગત મળી રહી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર