અમદાવાદમાં અમેરિકાથી રૂપિયા પડાવતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું

ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (15:36 IST)
શહેરમાંથી વધુ એક બોગસ કોલ સેન્ટર સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યું છે. અમેરિકન નાગરિકોને કોલ કરીને ઠગાઇ આચરતુ બોગસ કોલ સેન્ટર પકડી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી દ્વારા છ મહિનામાં કરોડો રૂપિયા કમાયા હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.  બોગસ કોલ સેન્ટરનુ એપી સેન્ટર હવે અમદાવાદનો પૂર્વ વિસ્તાર બની રહ્યું છે. વિરાટનગર ચાર રસ્તા નજીક આવેલી અનીલ હોઝીયરી ઇન્ડ્રસ્ટ્રીયલ નામની ફેક્ટરીમાં ત્રીજા માળેથી હાલ સાઈબર ક્રાઈમે આ બોગસ કોલ સેન્ટર પકડ્યુ છે. જોકે ચોક્કસ બાતમી આધારે સાયબર ક્રાઇમ બ્રાચે ફેક્ટરીમાં રેડ કરી હતી. જ્યાં ફેક્ટરીની આંડમાં બોગસ કોલ સેન્ટર ચાલતુ હતુ. હાલ આ કોલ સેન્ટરમાંથી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખુદ ફેક્ટરીના માલિક વિક્રમ શુક્લા દ્રારા કોલ સેન્ટર ચલાવવામાં આવતુ  અને અમેરિકન નાગરિકોને કોલ કરીને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસીસના અધિકારી હોવાનુ કહીને નાગરિકને ટેક્ષ ચોરી કરેલાનુ ખોટુ કારણ આપી તેઓ પકડવાની કાર્યવાહી થશે અથવા ત્રણ મહિના જેલમાં રહેવુ પડશે તેવુ કરીને ડરાવીને પૈસા પડાવતા હતા. ઝડપાયેલ આરોપીની પુછપરછમાં છેલ્લા છ મહિનાથી બોગસ કોલ સેન્ટર ચાલતું હોવાની કબુલાત કરી છે. જોકે ફેક્ટરીનો માલિક વિક્રમ શુકલા તથા નિકુંલસિંહ ચૌહાણએ 6 યુવકોને 20 હજારથી વધુના પગાર પર નોકરી પર રાખ્યા હતા. ત્યારે બોગસ કોલ સેન્ટરમાં તપાસ કરતા અમેરિકન વિદેશી નાગરિકોને કોમ્પ્યુટર સીસ્ટમમાં રહેલ કોંલીગ એપ્લીકેશન નામના સોફટવેર આધારે કોલ કરતા હતા અને ગુગલ પે મારફતે પૈસા મંગાવતા હતા. આરોપીની પુછપરછમાં અત્યાર સુધી હજારો ડોલર મેળવી લઇને છેતરપિડી કરી હોવાનું ખુલ્યું છે. સાયબર ક્રાઇમ બ્રાંચે હાલ તો આ આરોપી પાસેથી 8 સીપીયુ,1 લેપટોપ,11 મોબાઇલ,મેજીકજેક સહિત 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે ત્યારે લીડ આપનાર વિજયની આખાય નેટવર્ક અંગે ભાળ મેળવવાની દિશામાં વધુ તપાસ શરૂ કરાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર