વડોદરામાં ખાનગી કંપનીના પ્લાન્ટમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ, ત્રણ કામદારોના મૃત્યુ

બુધવાર, 31 જાન્યુઆરી 2024 (18:44 IST)
Blast after gas leak in company's plant in Vadodara
 
 જિલ્લાના એકલબારા ગામમાં સ્થિત એક ખાનગી કંપનીના પ્લાન્ટમાં ગેસ લિકેજ બાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ કામદારોના મૃત્યુ થયા હોવાની વિગતો મળી છે. ત્રણેય મૃતકો આણંદ જિલ્લાના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. જ્યારે પાદરાનો એક કામદાર ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 
 
એમ-ઈ પ્લાન્ટમાં ગેસ લિકેજ થયા બાદ બ્લાસ્ટ થયો
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના પાદરામાં એકલબારા ગામ ખાતે આવેલી ઓનીરો લાઈફકેર કંપનીના પ્લાન્ટમાં ગેસ લિકેજ થતાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે. કંપનીના એમ-ઈ પ્લાન્ટમાં ગેસ લિકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટના અવાજથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. ઘટનાની 108ને જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તે ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી. 
 
ચારમાંથી ત્રણ કામદારોના મૃત્યુ થયા હતાં
કંપનીમાં એમ-ઈ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં ચાર કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ આ ચારમાંથી ત્રણ કામદારોના મૃત્યુ થયા હતાં. આ ત્રણેય કામદારો આણંદ જિલ્લાના હોવાની જાણકારી મળી છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત કામદાર પાદરાનો હોવાનું જાણવા મળ્યું છે. 
 
મૃતકોના નામ
ઠાકોરભાઈ રાવજીભાઈ પરમાર (બોરસર, જિ. આણંદ)
નરેન્દ્રસિંહ કનુભાઇ સોલંકી (બોરસર, જિ. આણંદ)
રમેશભાઈ ગણપતભાઈ પઢીયાર (આંકલાવ, જિ. આણંદ)

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર