પેટાચૂંટણીમાં ભાજપે 8માંથી 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર, કોંગ્રેસમાંથી આવેલા 6 ઉમેદવારોને ટિકટ

સોમવાર, 12 ઑક્ટોબર 2020 (06:36 IST)
ગુજરાત ભાજપે પેટાચૂંટણીની આઠ પૈકી સાત બેઠકો માટે સત્તાવાર ઉમેદવારોની ઘોષણા કરી છે, જેમાંથી પાંચ ઉમેદવારો તો ધારણા મુજબ છેલ્લી રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં ભળેલાં પૂર્વ ધારાસભ્યો જ છે. અબડાસા બેઠક પરથી પ્રદ્યુમન સિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારને ભાજપે ટિકિટ આપી છે. લિંબડી બેઠક માટે ભાજપે હજી ઉમેદવારના નામની ઘોષણા કરી નથી.
 
અબડાસા - પ્રદ્યૂમનસિંહ જાડેજા
મોરબી - બ્રિજેશ મેરજા
ધારી - જે.વી.કાકડિયા
ગઢડા - આત્મારામ પરમાર
કરજણ - અક્ષય પટેલ
ડાંગ - વિજય પટેલ
કપરાડા - જીતુ ચૌધરી

પેટા ચૂંટણીનો કાર્યક્રમ
તારીખ પ્રક્રિયા
9 ઓક્ટોબર ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે
16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ
3 નવેમ્બર મતદાન
10 નવેમ્બર મતગણતરી

 
કઇ બેઠકો પર યોજાશે ચૂંટણી
 
રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.
 
8 MLAએ રાજીનામાં આપતા યોજાશે પેટાચૂંટણી
 
8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાશે. અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત અને લીંબડીમાંથી સોમા પટેલનું રાજીનામું પડ્યું હતું.
 
 લીંબડી બેઠક પર પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. જે પાછળથી અથવા તો ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસની થોડા કલાકો પહેલાં જાહેર કરાય તેવી શક્યતા છે. કોળી વર્ચસ્વ ધરાવતી લીમડી બેઠક ઉપર ઉતાવળે ઉમેદવાર ઉતારવાથી ભાજપને હારનો સામનો કરવો પડે એમ છે. એટલા માટે કોંગ્રેસમાંથી ઉમેદવાર જાહેર થાય પછી ભાજપ પત્તાં ખોલશે આ બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા ભૂતપૂર્વ ધારાસભ્ય સોમાભાઇ કોળી પટેલ પોતાના પુત્ર માટે ટિકિટની માંગ કરે છે, તો વર્ષોથી આ બેઠક પર ભાજપ વતી ઉમેદવારી કરતા કીરીટસિંહ રાણા પણ સ્પર્ધામાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર