ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ મોદીને એક ખાસ મોબાઇલવાન ભેટમાં આવી છે. આ વાન ભારત-પાકિસ્તાન સીમા પર મૂકવામાં આવશે. આ વાનથી સમુદ્રનું ખારુ પાણી પીવાલાયક બનાવી શકાય છે.ભારત-પાકિસ્તાનની સરહદે આ વાનને ખુલ્લી મૂકાઈ હતી, બાવળા ખાતેથી જ મોદી અને નેતન્યાહૂએ આ વાનને ખુલ્લી મૂકી હતી. આ વાનને કારણે બીએસએફના જવાનોને હવે શુદ્ધ પાણી મળશે.અતિ આધુનિક સુવિધાથી સજ્જ જીપની કિંમત 72 લાખ જેટલી છે.