ઉત્તરાયણ પહેલાં પતંગે માસૂમ બાળકનો લીધો ભોગ, માતા-પિતા માટે ચોંકવાનારો કિસ્સો

શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (12:54 IST)
હવે ઉતરાયણને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બાળકોથી માંડીને યુવાનેએ પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે. છોકરાએ દરરોજ સાંજે ધાબે ચઢેલા જોવા મળે છે. ત્યારે ધાબે ચઢેલા બાળકો પર નજર રાખવી ખૂબ જરૂરી બની જાય છે. કારણ ઘણીવાર અણધાર્યો  અકસ્માત જીવનો ભોગ લઇ છે. આવો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જેમાં સુરત અડાજણ-પાલ રોડ ઉપર એક માસુમ અગાસી ઉપરથી નીચે પટકાતા મોતને ભેટ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અડાજણ-પાલ વિસ્તારમાં રહેતા હિરેનભાઇ પટેલના પુત્ર તનય જે પ્રથમ ધોરણમાં અભ્યાસ કરે છે. તે મિત્રો સાથે ધાબા પર રમવા ગયો હતો અને તેની મોટી પણ તેની સાથે હતી. ત્યારે ગુરૂવારે સાંજે તનયે પતંગ ચગાવવની જીદ કરી હતી એટલે તેની માતાએ તેને પતંગ અપાવી હતી અને તે પોતાની બહેન અને મિત્રો સાથે ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. ત્યારે અચાનક બૂમાબૂમ થઇ મચી જવા પામ્યા હતી. ત્યારે બાળકની માતાએ જોયું કે તેનો પુત્ર તનય અગાસીમાંથી નીચે પટકાયો છે અને તેના માથા અને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધી તેને જીવ ગુમાવી દીધો છે. હોસ્પિટલના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 
 
તનયની માતાને હજુ સુધી એમ જ છે કે તનય હજુ હોસ્પિટલમાં દાખલ છે અને તે સાજો છે. તનયના પિતાએ જણાવ્યું હતું  કે હું પોતે કે મદદનીશ પ્રાધ્યાપક છું એગ્રીકલચર કોલેજ ઘોડદોડ રોડ, સુરત, બસ પોસ્ટ મોર્ટમ થાય પછી દીકરાના મૃતદેહ ને ઘરે લઈ જઈશું પણ એની માતા ને કેવી રીતે અને કેમ શાંત રાખવી એ ખબર નથી પડતી, એ તો દીકરા ને મળવા ની જીદ પકડી ને બેઠી છે. હાલ અડાજણ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર