અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં AMC અને પ્રાઈવેટ ક્વોટાના 505 બેડ ખાલી; ઓક્સિજનના 10 બેડ ખાલી, વેન્ટિલેટર એકપણ નહીં

મંગળવાર, 4 મે 2021 (19:49 IST)
અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યાં છતાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. શહેરમાં કોરોનાની સારવાર કરતી 171 ખાનગી હોસ્પિટલો અને 42 કોવિડ કેર સેન્ટરમાં 4લી મેના રોજ સવારે 9.30 વાગ્યાની સ્થિતિએ 14 ઓક્સિજન બેડ ખાલી છે જ્યારે એકપણ વેન્ટિલેટર ઉપલબ્ધ નથી. એવામાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓના પરિજનો પણ બેડ શોધવામાં આમથી તેમ દોડાદોડી કરી રહ્યા છે, છતાં નિરાશા જ હાથમાં આવી રહી છે.

શહેરની ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટર તથા ડેડિકેટેડ કોવિડ સેન્ટરોમાં પ્રાઈવેટ તથા AMC ક્વોટાના 12260 બેડમાંથી 2578 બેડ ખાલી છે, જેમાં 505 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાં AMC અને પ્રાઈવેટ ક્વોટાના થઈને આઈસોલેશનના 342, HDUના 153 બેડ તથા 10 ઓક્સિજન બેડ ખાલી છે અને એકપણ વેન્ટિલેટર ખાલી નથી. AHNAની વેબસાઈટ મુજબ, 4લી મેના રોજ સવારે 9.30 વાગ્યા સુધીમાં અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 171 ખાનગી હોસ્પિટલમાં પ્રાઈવેટ ક્વોટાના 6210 તથા AMC ક્વોટાના 899 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 2139, HDUમાં 2891, ICUમાં 1105 અને ICU વિથ વેન્ટિલેટર પર 469 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં પ્રાઈવેટ તથા AMC ક્વોટાના 597માંથી આઇસોલેન વોર્ડમાં 112, HDUમાં 180, ICU વેન્ટિલેટર વગરમાં 57 અને વેન્ટિલેટર પર 31 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખાલી જ નથી રહ્યાં. જ્યારે 42 કોવિડ કેર સેન્ટરમાં 2016માંથી આઇસોલેનનાં 1354 બેડ ખાલી છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં 2538 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 819 બેડ, HDUમાં 1185, વેન્ટિલેટર વિનાનાં ICUમાં 78 અને વેન્ટિલેટર પર 11 દર્દી સારવાર લઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર