શું છે સમગ્ર મામલો
પોલીસના જણાવ્યા અનુસાર કનુભાઈ છેલ્લા 20 વર્ષથી બેંકમાં મેનેજર તરીકે કામ કરતા હતા અને આ સમયગાળા દરમિયાન તેમની અનેક જિલ્લામાં બદલી થઈ હતી. હાલ તેઓ જૂનાગઢમાં પોસ્ટીંગ હતા અને બેંકના ગેસ્ટ હાઉસમાં રહેતા હતા. તેણે સોમવારે આ જ ગેસ્ટ હાઉસમાં પંખાથી લટકીને જીવનનો અંત આણ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.
પરિવાર શું કહે છે
પરિવારના જણાવ્યા મુજબ કનુભાઈને બે પુત્રો હતા જેમાંથી નાના પુત્રએ દોઢ વર્ષ પહેલા આપઘાત કરી લીધો હતો. તે સમયે કનુભાઈએ તેમના પુત્રને કોઈ બાબતે અડચણ ઉભી કરી હતી, જે બાદ તેણે આ પગલું ભર્યું હતું. કનુભાઈ તેમના નાના પુત્રના મૃત્યુ બાદ ખૂબ જ તણાવમાં હતા અને તેના દુઃખમાં તેમણે આવું ભયંકર પગલું ભર્યું હતું.